દેશના ઓટો સેક્ટરમાં મંદી, સુઝુકી મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આપ્યું મોટું નિવેદન

Spread the love

દેશના ઓટો સેક્ટરમાં મંદી ચાલી રહી છે. ઓટો સેક્ટર સહીત અન્ય સેક્ટરોમાં પણ માંગ ઘટી છે. હવે માંગમાં ઘટાડાને કારણે ઓટો કંપનીઓ ભારતમાં રોકાણ કરતા અચકાઈ રહી છે. સુઝુકી મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આપ્યું મોટું નિવેદન. દ્વિચક્રીય વાહનોના વેચાણમાં ઘટાડાને જોતા ક્ષમતા વધારવા માટે નવા પ્લાન્ટમાં રોકાણ કરવાનું માંડી વાળ્યું

કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ( સેલ્સ, માર્કેટિંગ એન્ડ આફ્ટર સેલ્સ) દેવાશીષ હાંડાએ કહ્યું હતું કે ‘ ક્ષમતા વધારવાની યોજના છે પણ તેને હાલ અમલમાં નહીં મુકવામા આવે’.
તેઓએ જણાવ્યું હતું કે એક નવા પ્લાન્ટની જરૂર છે પરંતુ તે આ વાત પર નિર્ભર કરે છે કે બીએસ-4નું સ્થના બીએસ-6 ના પ્રદુષક ધોરણો લાગુ થયા બાદ બજાર કેવું વલણ અપનાવે છે.

કંપની પાસે ગુરુગામમાં દ્વિચક્રી વાહનો બનાવવાનો એક પ્લાન્ટ છે જેની વાર્ષિક ક્ષમતા 10 લાખ વાહન છે. કંપનીને ચાલુ વર્ષે ભારતીય બજારમાં આશરે આઠ લાખ વાહન વેચવા અને એક લાખ વાહનના નિકાસનો અંદાજ રાખ્યો છે. કંપનીના વાઇસ પ્રેસિડેન્ટે કહ્યું હતું કે નવા પ્લાન્ટ પર ચોક્કસથી રોકાણ કરવામાં આવશે. જો બજારમાં મંદી ના આવી હોત તો તે ઘણાં સમય અગાઉ થઇ ગયું હોત.

ગુરુગ્રામ અને માનેસર પ્લાન્ટ 7 અને 9 સપ્ટેમ્બર દરમિયાન મેન્યુફેક્ચરિંગ બંધ રાખવાની જાહેરાત કરી

ઉલ્લેખનીય છે કે કંપનીએ તેના હરિયાણા સ્થિત ગુરુગ્રામ અને માનેસર પ્લાન્ટમાં બે દિવસ માટે એટલે કે 7 અને 9 સપ્ટેમ્બર દરમિયાન મેન્યુફેક્ચરિંગ બંધ રાખવાની જાહેરાત કરી હતી. સતત ઘટી રહેલા વેચાણ અને ઉંચી ઇન્વેન્ટરીના લીધે ઓટો કંપનીઓ છેલ્લા બે મહિનાથી પ્રોડક્શન-કટ કરી રહી છે.

  • Apple tv plus, ipad, iphone 11 સહીત થયા નવા પ્રોડક્ટ લોન્ચ
  • તમારા સ્વાસ્થય માટે અત્યંત ફાયદાકારક છે નારિયેર પાણી, જાણો તેનાં ગુણ
  • સુરતમાં ભારે વરસાદથી તાપી બની ગાંડીતૂર, કાર થઈ પાણીમાં ગરકાવ
  • TheLogicalNews

    Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: GSTV

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *