શ્રદ્ધાંજલિ / PM મોદીએ કહ્યું ક્લાયન્ટની વાતો સાંભળતી વખતે જેટલી ટીવી જોતાં અને બીજા દિવસે કોર્ટમાં જીતી જતાં

Spread the love

પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત ભાજપના ઘણા મોટા નેતાઓ મંગળવારે પૂર્વ નાણાં મંત્રી અરુણ જેટલીની શ્રદ્ધાંજલિ સભામાં પહોંચ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે અરુણ જેટલી દરેકના મિત્ર હતા, તે દરેકને પ્રિય હતા. તેમની પ્રતિભા અને પ્રયત્નોથી જેના માટે તે મદદરૂપ થતાં હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જે પણ અરુણ જેટલીને પહેલીવાર મળતા હતા, તેમના વ્યક્તિત્વ ઓવારી જતા હતા. હું પહેલી મીટિંગમાં તેની ક્ષમતા અને કાર્યક્ષમતા પર ઓવારી ગયો હતો.

ક્લાયંટ સાથેના સંસ્મરણો યાદગાર

આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, જ્યારે પણ તેમને કોઇ ક્લાયન્ટ મળવા આવતા હતા તો વિચારતા કે તેમની પાસે ક્યાં મોકલી દીધા.
તેઓ કહેતા કે જ્યારે પણ હું તેમને કોઇ કેસ અથવા સમસ્યા વિશે જણાવું તો તેઓ ટીવી જોઇ રહ્યા હોય અથવા જમવાનું ઓર્ડર કરતા હતા. તેમણે મારી વાત પુરી સાંભળી નહીં, ખબર નહીં કોર્ટમાં શું થશે.

કોર્ટરૂમમાં જેટલીને સાંભળી ક્લાયન્ટ અવાક થતાં

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે, અરૂણ જેટલીના આ પ્રકારના વર્તનથી પહેલી જ મુલાકાતમાં તેમના ક્લાયન્ટ નિરાશ થઇ જતા. પરંતુ જ્યારે કોર્ટમાં તે અરૂણ જેટલીને સાંભળતા ત્યારે અવાક બની જતા કે નાની મુલાકાતમાં તેમણે બધુ જ કેવી રીતે સમજી લીધું. પોતાને કેસ માટે તૈયાર કર્યા અને જીત પણ મેળવી લીધી. આવી ઘટનાઓ રોજ સાંભળવા મળતી હતી.

વિચાર્યું નહોતું કે પોતાના મિત્રને શ્રદ્ધાંજલિ આપવા આવવું પડશે : PM

આ સાથે પ્રધાનમંત્રી મોદીએ અરૂણ જેટલીને યાદ કરતા કહ્યું, ક્યારેય વિચાર્યું નહોતું કે પોતાના મિત્રને શ્રદ્ધાંજલિ આપવા આવવું પડશે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. પરંતુ અંતિમ દિવસોમાં પણ તેઓ પોતાના સ્વાસ્થ્ય વિશે જણાવવાનું ક્યારેય ભૂલતા નહીં.

અરૂણ જેટલીની શ્રદ્ધાંજલિ સભામાં પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, અરૂણ જેટલીની જિંદગી વિવિધતાઓથી ભરેલી હતી. તેઓ દુનિયા તાજેતરની ઘટના વિશે પણ સંપૂર્ણ રીતે અંદરની વાત જણાવી શકતા હતા. તેમની પાસે જાણકારીઓનો ભંડાર હતો. નોંધનીય છે કે, ભારત સરકારના પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીનું ગત 24 ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે નિધન થયું. તેઓ 66 વર્ષના હતા.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: VTV Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *