જો કોઇએ મને જેલમાં ધકેલવાની યોજના બનાવી છે તો હું તેનું સ્વાગત કરું છું

મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેંક કૌભાંડ મામલે એનસીપી પ્રમુખ શરદ પવારની મુશ્કેલી વધી શકે છે. ઇડી દ્વારા મનિ લોન્ડ્રિંગ કેસમાં શરદ પવારની પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે. બીજી તરફ શરદ પવારે તેમના પર લાગેલા આરોપો અંગે જણાવ્યું કે તેમને જેલ જવામાં કોઇ પરેશાની નથી. પવારે કહ્યું કે જો મારે જેલ જવું પડે તો મને કોઇ વાંધો નથી. મને ખુશી થશે કેમકે મને ક્યારેય જેલનો અનુભવ નથી મળ્યો. જો કોઇએ મને જેલમાં ધકેલવાની યોજના બનાવી છે તો હું તેનું સ્વાગત કરું છું. ઉલ્લેખનીય છે કે ઇડીએ બેંક કૌભાંડ મામલે શરદ પવાર તેમના ભત્રીજા અજીત પવાર અને અન્ય લોકો વિરૂદ્ધ મનિ લોન્ડ્રીંગનો કેસ દાખલ કર્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ઇડીએ એનસીપી વડા શરદ પવાર અને તેમનાં ભત્રીજા તેમજ મહારાષ્ટ્રનાં પૂર્વ ઉપ મુખ્યમંત્રી અજીત પવાર સહિત 70 લોકો સામે એફઆઇ નોંધવા આદેશ આપ્યો છે.
જેનાં કારણે મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતે.તેજમ મુંબઇ ઇડી કચેરી બહાર એનસીપી કાર્યકરોએ સખત વિરોધ પ્રદર્શન કર્યુ હતું. મુંબઇ સ્થિત ઇડીની ઓફિસ બહાર એનસીપી કાર્યકર્તાઓએ એકત્રિત થઇ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું. એનસીપી કાર્યકર્તાઓએ ઇડીની કચેરીએ ઉગ્ર સુત્રોચ્ચાર કરી શરદ પવાર સામેની કાર્યવાહીનો વિરોધ કર્યો.

આ દરમ્યાન પોલીસે એનસીપી કાર્યકર્તાઓને અટકાવતા મામલો ઉગ્ર બન્યો. પોલીસે કાર્યકર્તાઓની અટકાયત શરૂ કરતા તેમની વચ્ચે ઘર્ષણ થયું. પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી.

  • અયોધ્યા કેસ: મુસ્લિમ પક્ષકારોને ‘સુપ્રિમ’ આંચકો, ASI રિપોર્ટ પર કોર્ટ નહિં સાંભળે દલીલ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત સામે કોંગ્રેસ દેશભરમાં મંદી કી બાત કરશે
  • TheLogicalNews

    Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: GSTV

    (Visited 1 times, 1 visits today)
    The Logical News

    FREE
    VIEW
    canlı bahis