ટકોર / સરકારી કર્મચારીઓ અલર્ટ રહેજો, CM રૂપાણીએ સીધો જ લગાવ્યો આંગણવાડી કાર્યકર્તાને ફોન, સાંભળો શું કહ્યું…

સરકારી કર્મચારીઓ અલર્ટ રહેજો કારણ કે સરકાર કામગીરીમાં બેદરકારી નહીં ચલાવી લે. કોઇપણ સમયે CMOમાંથી કોલ આવી શકે છે. કોલ પર કામગીરીનો રિપોર્ટ માંગવામાં આવશે. કામચોર કર્મચારીઓ પર CM રૂપાણીની સીધી નજર.

  • સરકારી કર્મચારીઓ સામે મુખ્યમંત્રીની લાલઆંખ
  • આંગણવાડી કાર્યકર્તા બહેને ફોન ન ઉપાડતા આપ્યો ઠપકો
  • આંગણવાડી કાર્યકર્તા બહેનોને જવાબદારી પ્રત્યે ગંભીર બનવા કરી ટકોર

સરકારી કર્મચારીઓ સામે મુખ્યમંત્રીએ લાલઆંખ કરી છે. કુપોષણમુક્ત ગુજરાત અભિયાનને લઇને CM રૂપાણીએ સતર્કતા દાખવી છે.
આંગણવાડીના કર્મચારી બહેનની બેદરકારી બદલ CMએ ગંભીરતા દાખવી છે. સ્ટેટ મોનિટરિંગ સેન્ટરમાંથી ફોન ન ઉપાડતા ઠપકો આપ્યો હતો.

આંગણવાડી કાર્યકર્તા બહેને ફોન ન ઉપાડતા ઠપકો આપ્યો હતો. આંગણવાડી કાર્યકર્તા બહેનની બેદરકારીની CM રૂપાણીએ અંગત નોંધ લીધી હતી. ચાલુ નોકરીએ આંગણવાડી કાર્યકર્તા બહેનોએ ફોન ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. આંગણવાડી કાર્યકર્તા બહેનોને જવાબદારી પ્રત્યે ગંભીર બનવા ટકોર કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજનાઓ-સેવાઓ અને કામગીરીનો છેક આંગણવાડી સ્તરેથી જ નિયમિત ડેટા મળી રહે તે માટે ભારતભરમાં પહેલરૂપ સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરનો પણ ગાંધીનગરમાં આ વેળાએ પ્રારંભ કરાવ્યો હતો. અહીંથી આંગણવાડીઓની જિલ્લા ઘટક અને સેન્ટર વાઇઝ કામગીરી, લાભાર્થી બાળકોની હાજરી, આંગણવાડીઓમાં આપવામાં આવતી સુવિધાઓ પર નિયમિત દેખરેખ રાખી શકાય.

સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, આંગણવાડી કાર્યકર બહેનોને સ્માર્ટ ફોન આપવામાં આવ્યા છે જેથી તેમની રોજિંદી કામગીરીનો સીધો જ અહેવાલ સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરમાં મળી રહે. ત્યારે આંગણવાડી કાર્યકર્તા બહેનની બેદરકારીની મુખ્યમંત્રી રૂપાણીએ અંગત નોંધ લીધી હતી.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: VTV Gujarati

(Visited 1 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis