મુલાકાત / ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવતીકાલથી ભારત પ્રવાસે, આ રહેશે એજન્ડા અને જાણો સમગ્ર કાર્યક્રમ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવતીકાલે (શુક્રવાર) બે દિવસની ભારતની મુલાકાતે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીના બીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ ચીનના રાષ્ટ્રપતિનો આ પ્રથમ ભારત પ્રવાસ હશે. જો કે બે દિવસના પ્રવાસ દરમિયાન ભારત-ચીન વચ્ચે કોઇ મોટી સમજૂતિ થવાની સંભાવના નથી. જેનું મુખ્ય કારણ આ પ્રવાસ અનૌપચારિક મુલાકાત છે જેમાં કોઇ નિશ્ચિત એજન્ડા પર વાત થશે નહીં. બન્ને દેશો વચ્ચે અનેક મુદ્દાઓની સાથે ટેરર-ટ્રેડ પર પણ વાતચીત થશે. આ સાથે અનેક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. બંને દેશોની વચ્ચે થનારી આ બીજી ઈન્ફોર્મલ સમિટ છે જે આ વખતે તમિલનાડુના મહાબલીપુરમમાં યોજાઈ રહી છે.

  • શી જિનપિંગ મહાબલીપુરમમાં બીજી અનૌપચારિક સમિટમાં હાજર રહેશે
  • PM મોદી સાથે 7 કલાકમાં 4 બેઠકો યોજાશે
  • આ બેઠકોમાં વ્યાપાર, રક્ષા, સુરક્ષા અને સંપર્ક મામલે ચર્ચા થશે

તમિલનાડુના મહાબલીપુરમમાં 11 અને 12 ઓક્ટોબરે શી જિનપિંગ અને PM મોદી વચ્ચે મુલાકાત થશે.
શી જિનપિંગ આવતીકાલે 12:30 કલાકે ચેન્નાઈ એરપોર્ટે પર પહોંચશે. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. આ બેઠકોમાં વ્યાપાર, રક્ષા, સુરક્ષા અને સંપર્ક મામલે ચર્ચા થશે. બંગાળના ખાડીના મુખાતિબ સમુદ્ર કિનારે બેઠકો યોજાશે. આ ઉપરાંત સરહદી વિસ્તારોના વિવાદ અંગે પણ મંત્રણા થશે. આ બેઠકો દરમિયાન PM મોદી સાથે વિદેશ પ્રધાન જયશંકર અને સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ ઉપસ્થિત રહેશે.

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભારત પ્રવાસનું 2 દિવસીય શિડ્યુલ

11 ઓક્ટોબર, શુક્રવાર

12:30 PM – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ચેન્નાઈ એરપોર્ટ પર આગમન

12:55 PM – મહાબલીપુરમ એરપોર્ટ પર હેલિકોપ્ટર દ્વારા આગમન

1:30 PM – ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનું ચેન્નઈ એરપોર્ટ પર આગમન, એરપોર્ટ પર ચીની રાષ્ટ્રપતિનું સ્વાગત. આ સમયે એરપોર્ટ પર કોઈ પણ અન્ય ફ્લાઈટ ઉડશે નહીં.

1.45 PM – ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ એયરપોર્ટથી હોટલ ITC ગ્રેંડ માટે રવાના થશે. થોડી વાર આરામ બાદ શી જિનપિંગ મહાબલીપુરમને માટે રવાના થશે.

5:00 PM – મહાબલિપુરમ પહોંચીને અર્જુનની તપસ્યા સ્થળી, પંચરથ, મલ્લમપુરમના શોરે મંદિરની લેશે મુલાકાત. આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે રહેશે.

6:00 PM – સાંસ્કૃતિક કાર્યક્રમ માણશે.

6:45-8:00 PM – પીએમ મોદી, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનું ડિનર

12 ઓક્ટોબર, શનિવાર

10:00- 10:40 AM – ચીની રાષ્ટ્રપતિ અને પીએમ મોદીની મુલાકાત

10:50-11:40 AM – ભારત -ચીનની વચ્ચે ડેલિગેશન લેવલની વાતચીત

11:45- 12:45 PM – ચીની રાષ્ટ્રપતિના સમ્માનમાં લંચનું આયોજન

2:00 PM – પીએમ મોદી દિલ્હી માટે રવાના થશે, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચીન માટે રવાના થશે

ઐતિહાસિક સ્થળોની લેશે મુલાકાત

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ભારત પ્રવાસ શરૂ થવામાં ગણતરીના કલાકો બચ્યા છે. બંને દેશોની વચ્ચે થનારી આ બીજી ઈન્ફોર્મલ સમિટ છે. જે આ વખતે તમિલનાડુના મહાબલીપુરમમાં થનારી છે. બે દિવસની યાત્રામાં ચીની રાષ્ટ્રપતિ પીએમ મોદીની સાથે મુલાકાત કરશે. અનેક મુદ્દા પર વાત પણ કરશે. સાથે જ અનેક ઐતિહાસિક સ્થળોની મુલાકાત પણ લેશે.

ભારત-ચીન વચ્ચે બીજી વખતે થશે આ સમિટ

ભારત અને ચીન વચ્ચે આ પ્રકારની સમિટ બીજી વખત થવા જઇ રહી છે. જેમાં બંને દેશના પ્રમુખ કોઇપણ એજન્ડા નક્કી કર્યા વગર મળી રહ્યાં છે. આ અગાઉ 27-28 એપ્રિલ 2018ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનના વુહાન રાજ્ય પહોંચ્યા હતા. ત્યારે પણ બંને નેતાઓ વચ્ચે કોઇ નિશ્ચિત એજન્ડા પર વાતચીત થઇ નહોતી. તે સમયે ભારત-ચીન વચ્ચે ડોકલામ વિવાદ ચાલી રહ્યો હતો.

શક્ય છે કે આ મુદ્દા પર થશે ચર્ચા, ઇન્ફોર્મલ મિટિંગ યોજાશે

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે બપોરે ચેન્નઈ પહોંચશે. જ્યાંથી તે મહાબલીપુરમ રવાના થશે. અહીં બંને દેશોના પ્રમુખ ચા સાથે મિટિંગ કરશે અને વાતચીતની શરૂઆત અહીંથી શરૂ થશે. આ મિટિંગ સંપૂર્ણ રીતે ઈન્ફોર્મલ રહેશે એટલે તેનો કોઈ એજન્ડા નક્કી નથી. આમ છતાં બેઠકમાં આતંકવાદ, બિઝનેસ અને બોર્ડર વિવાદ જેવા મુદ્દા પર કોઈ નિર્ણય આવી શકે છે.

સંપૂર્ણ રીતે તૈયાર છે મહાબલીપુરમ

ચીની રાષ્ટ્રપતિના પ્રવાસ પહેલાંથી જ મહાબલીપુરમ સજી ચૂક્યું છે. અહીં ઐતિહાસિક સ્થળોને સજાવવામાં આવ્યા છે. આ સ્થળોએ બંને દેશોના પ્રમુખ મુલાકાત લેશે. શી જિનપિંગના ભારત પહોંચતા પહેલાં તેમના વાહન પહેલાં જ ચેન્નઈ પહોંચી ચૂક્યા છે. આ સિવાય ચેન્નઈ અને મહાબલીપુરમમાં તમામ પ્રકારની સુરક્ષા સજ્જ કરી દેવામાં આવી છે.

મહાબલીપુરમ જ શા માટે?

તમિલનાડુમાં બંગાલની ખાડીના કિનારે મહાબલીપુરમ શહેર ચેન્નઈથી લગભગ 60 કિમી દૂર છે. આ નગરની સ્થાપના ધાર્મિક ઉદ્દેશથી પલ્લવ વંશના રાજા નરસિંહ દેવ બર્મને કરી હીત. પુરાતત્વ શોધમાં મહાબલિપુરમથી ચીની, ફારસી અને રોમના પ્રાચીન સિક્કા મોટી સંખ્યામાં મળ્યા હતા. મહાબલીપુરમની પાસે કાંચીપુરમમાં 7મી સદીમાં પલ્લવ શાસન સમયે ચીની યાત્રી હેન સાંગ આવ્યા હતા. તેઓએ પોતાની બુકમાં દક્ષિણ ભારતની ભવ્યતા અને ચીની સંબંધોનું પણ વર્ણન કર્યું હતું.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: VTV Gujarati

(Visited 1 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis