મંગળસૂત્ર સાથે જોડાયેલા આ રહસ્યો વિશે જાણવું છે જરૂરી, જો આવી ભૂલ કરી રહ્યાં હોય તો.

મંગળસૂત્ર લગ્નનું પ્રતિક છે. લગ્ન પછી દરેક સુહાગણ સ્ત્રીના સુહાગની નિશાનીના રૂપે તેના ગળાની શોભા વધારે છે. પરંતુ મંગળસૂત્ર સાથે જોડાયેલા કેટલાંક રહસ્યો વિશે જાણો છો… સ્ત્રીને મંગળસૂત્ર લગ્ન વખતે પતિ દ્વારા પહેરાવવામાં આવે છે. અને આ ધાર્મિક વિધિ વગર લગ્નને અપૂર્ણ માનવામાં આવે છે.

જ્યોતિષના અનુસાર પણ, મંગળસૂત્ર મંગળકારી હોય છે. તેમાં રહેલું સોનું કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહને મજબૂત બનાવે છે. તેમજ બૃહસ્પતિ ગ્રહ સુખી દાંમપ્તય જીવનનો કારક ગ્રહ માનવામાં આવે છે. સુહાગન સ્ત્રીઓ માટે મંગળસૂત્ર સૌથી મહત્વપૂર્ણ જ્વેલરી હોય છે, મંગળસૂત્રને પોતાના સુહાગની નિશાની સમજે છે. જેને તે સ્ત્રી પતિના મૃત્યુ પછી જ ઊતારીને પતિને પાછું અર્પણ કરે છે.

મંગળસૂત્રમાં રહેલું પીળું સોનું માતા પાર્વતી અને કાળા મોતીને ભગવાન શિવનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે મંગળસૂત્રને ગળામાંથી ક્યારે પણ ન કાઢવું જોઈએ. કેમ કે તેની પાછળનું કારણ એ છે કે, પતિ-પત્નીનું લગ્નજીવન સફળ રહે છે. કાળા મોતી શનિ, રાહુ, કેતુ અને મગંળના ખરાબ પ્રભાવને દૂર કરે છે અને પતિ-પત્ની અને તેમના પરિવારની રક્ષા કરે છે. આજે અમે તમને મંગળસૂત્ર સાથે જોડાયેલા કેટલાંક એવા રહસ્યો વિશે જણાવીશું, જેનાથી જો તમે પણ કોઈ ભૂલ કરી રહ્યા હોવ તો સાવધાન થઈ જજો. જો તમે પણ આ રીતે મંગળસૂત્ર પહેરતા હોય તો તમારી આદત બદલવી જરૂરી છે. નહીં તો હંમેશા માટે તમારો પતિ તમને છોડીને જઈ શકે છે.

મંગળસૂત્ર પહેરતી વખતે રાખો આટલી બાબતોનું ધ્યાન

1. સ્ત્રી લગ્નનાં સમયે જ્યારે ગળામાં મંગળસૂત્ર પહેરે છે, ત્યારથી તેને મંગળસૂત્ર ઉતારવું નિષેધ માનવામાં આવે છે, પરંતુ જો કોઈ કારણોસર તમારે મંગળસૂત્ર નીકાળવું પડે તો ગળામાં કાળો દોરો અવશ્ય બાંધીને રાખવો.

2 કોઈ પણ સ્ત્રીએ બીજી સ્ત્રીનું મંગળસૂત્ર ન પહેરવું જોઈએ, આવું કરવાથી પતિનું આયુષ્ય ઓછું થઈ જાય છે અને પતિ-પત્નીની વચ્ચે કલેશ પેદા થાય છે.

3. જે પ્રકારે એક સુહાગન સ્ત્રીના જીવનમાં સિંદૂર લગાવાનું મહત્વ છે તેવી જ રીતે સ્ત્રીઓએ મંગળસૂત્રનું પણ ધારણ કરવું જોઈએ તેનાથી પતિનું આયુષ્ય વધે છે અને પતિની રક્ષા કરે છે.

4. મંગળસૂત્ર કાળા મોતીથી બને છે અને મંગળસૂત્રમાં કાળા મોતી હોવા જરૂરી હોય છે. કાળા મોતી ખરાબ નજરથી પતિને બચાવે છે અને રક્ષા કરે છે.

  • લગ્ન પહેલાં આવો ફોટો પડાવશો તો સરકાર આપશે 51000 રૂપિયાનું ઈનામ
  • TheLogicalNews

    Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: GSTV

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *