નિવેદન / કોંગ્રેસ નેતા શશિ થરૂરની પાકિસ્તાનને ફટકાર, કહ્યું કાશ્મીર પર દખલ દેવાની જરૂર નથી

સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં આંતર સંસદીય સંઘની સંભામાં પાકિસ્તાનને કાશ્મીર રાગ આલાપ્યો, તો કોંગ્રેસ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરે પાકિસ્તાનને ફટકાર લગાવી. બેલગ્રેડમાં આંતર સંસદીય સંઘની સભામાં થરૂરે કહ્યું કે, પાકિસ્તાને ભારતનો આંતરિક મામલો ઉઠાવ્યો છે અને આ મંચનો દુરપયોગ કર્યો છે.

  • બેલગ્રેડમાં આંતર સંસદીય સંઘની સંભામાં પાકિસ્તાનને કાશ્મીર રાગ આલાપ્યો
  • કોંગ્રેસ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરે પાકિસ્તાનને ફટકાર લગાવી
  • થરૂરે કહ્યું કે, પાકિસ્તાને ભારતનો આંતરિક મામલો ઉઠાવ્યો છે અને આ મંચનો દુરપયોગ કર્યો

ભારતીય પ્રતિનિધિમંડળ પાકિસ્તાનના આવા નિવેદનને ફગાવે છે અને તેની કડક નિંદા કરે છે.
સર્બિયાના બેલ્ગરેડમાં ઈન્ટર પાર્લામેન્ટરી યૂનિયનની બેઠક યોજાઈ. 141મી એસેમ્બલીમાં ઈન્ડિનયન પાર્લામેન્ટરી ડેલિગેશન પહોંચ્યું. ઓમ બિરલાના નેતૃત્વમાં ઈન્ડિયન ડેલિગેશન પહોંચ્યુ. કોંગ્રેસ સાંસદ શશી થરૂર પણ ઈન્ડિયન ડેલિગેશનમાં હાજર હતા.

બેલગ્રેડ ખાતે એસેમ્બલીમાં શશી થરૂરે પાકિસ્તાનને જવાબ આપતા કહ્યું કે, ભારતના આંતરિક મામલે સીમાપારની હસ્તક્ષેપની જરૂર નથી. પાકિસ્તાને ભારતના આંતરિક મામલો ઉઠાવ્યો છે. ઈન્ડિયન ડેલિગેશન પાકિસ્તાનના મુદ્દાને નકારે છે. અમે પાકિસ્તાનની વલણની આકરી નિંદા કરીએ છીએ.

કોંગ્રેસના સાંસદ થરૂરે કહ્યું કે સીમા પારથી હસ્તક્ષેપની આવશ્યકતા નથી. એમણે કહ્યું કે, ‘પાકિસ્તાન સીમા પારથી જમ્મૂ કાશ્મીરમાં આંતકી ઘુસણખોરી કરાવે છે અને આંતરરાષ્ટ્રીય કાનૂનના ચેમ્પિયન બનવાનો ઢોંગ કરે છે.’ થરૂરે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધિત સૂચીમાં સામેલ આંતરરાષ્ટ્રીય આંતકીઓને પાકિસ્તાન સરકાર પાળે છે.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: VTV Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *