આગ / વડોદરાના સેન્ટ્રલ સ્ક્વેર મોલમાં આગ લાગતા દોડધામ મચી, કોઈ જાનહાની નહીં

વડોદરાના સેન્ટ્રલ સ્ક્વેર મોલમાં આગ લાગી હતી. ગેંડા સર્કલ નજીક આવેલા મોલમાં આગ લાગી હતી. આ ઘટનાને પગલે ગ્રાઉન્ડ ફ્લોર પર દોડધામ થઇ ગઇ હતી. આગના બનાવને લઇને સ્થળ પરના સ્ટોરમાં રહેલ મુદ્દામાલ સળગી ગયો હતો. જોકે કોઇ જાનહાની થવા પામી નથી.

  • ગેંડા સર્કલ નજીક આવેલા મોલમાં આગ
  • મોલની ફાયર સિસ્ટમથી આગ પર કાબૂ
  • આગની ઘટનામાં કોઈ જાનહાની નહી

સેન્ટર સ્ક્વેર મોલના ફેશન સ્ટોરમાં આગ લાગી હતી. આ સ્ટોરમાં આગ લાગી ત્યારે અંદર હાજર લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આ આગમાં કપડા સહિતનો અનેક મુદ્દામાલ બળીને ખાક થઇ ગયો હતો.

જોકે મોલની ફાયર સિસ્ટમથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. અહીં ફાયર વિભાગ અને પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. આ આગની ઘટનામાં કોઈ જાનહાનીનો બનાવ થયો નથી.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: VTV Gujarati

(Visited 1 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis