તીસ હઝારી / દિલ્હી વકીલ-પોલીસ અથડામણમાં ઉન્નાવ કેસ જેવા મહત્વના ચુકાદાઓમાં થશે વિલંબ

ઉન્નાવ બળાત્કાર કેસ જેનો ચુકાદો આ મહિનાના અંતમાં આવી જવાનો હતો તેમાં ચોથી નવેમ્બરે તીસ હઝારી કોર્ટમાં પોલીસ વકીલો વચ્ચેની તકરારના કારણે વિલંબ થાય તેવી શક્યતા છે. આ વિવાદના પગલે વકીલોએ કામ આગળ ધપાવવાનો ઇન્કાર કરી દીધો છે.

વકીલોએ કોર્ટનું કામ ચલાવવાનો ઇન્કાર કરી દેતા કોર્ટમાં અગત્યની સુનાવણીઓના કેસ લટક્યા છે. 4 નવેમ્બરથી ચાલુ થયેલા આ વિવાદ દરમિયાન ઉન્નાવ રેપ કેસ સહિત અનેક અગત્યના કેસીસ ચાલી રહ્યા હતા. સુનાવણીમાં પડી રહેલી અડચણોના કારણે ઉન્નાવ કેસના 5 કાનૂની કેસીસના ચુકાદા હવે આ વર્ષના અંત સુધી આવે તેવી શક્યતા ખુબ ઓછી છે.

જિલ્લા અને સેશન્સ કોર્ટના ન્યાયાધીશ ધર્મેશ શર્માને સુપ્રીમ કોર્ટ વડે રોજ ને રોજ સુનાવણી કરીને 45 દિવસમાં આ કેસનો ચુકાદો આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે તપાસ સંસ્થાઓએ આ પહેલા ઘણી બાબતોમાં તપાસ કરવા અને ચાર્જશીટ દાખલ કરવા માટે વધારાનો સમય લીધો હતો.

બપોરે 3 વાગે કોર્ટની બહાર જયારે વકીલો અને પોલીસ વચ્ચે અથડામણ થઇ ત્યારે ઉન્નાવ કેસીસની સુનાવણી ન્યાયાધીશ શર્મા વડે ચાલી રહી હતી. કેસના મૂળ આરોપી કુલદીપ સેંગર અને શશી સિંહ બંને આ સમયે કોર્ટમાં હાજર હતા.

કુલદીપ સેંગરનો કેસ ચલાવનાર જજ ધર્મેશ શર્મા

આ ઝઘડો વકીલ અને પોલીસકર્મી વચ્ચે પાર્કિંગ જેવી ક્ષુલ્લ્ક બાબતે ચાલુ થઇ હતી. આ ઘટના બાદ કોર્ટમાં તણાવ વધ્યો હતો. આ પગલે કોર્ટ રૂમની આરોપીઓને શાંત રહેવાની સૂચના અપાઈ હતી અને તેઓ સુરક્ષિત છે તેવી ખાતરી અપાઈ હતી પરંતુ બહાર ચાલી રહેલા ઝઘડાના કારણે કોર્ટરૂમમાં પણ તણાવ વધ્યો હતો.

સેંગર અને સિંહ બન્નેને આ દરમિયાન કોર્ટરૂમમાં રહેવાના આદેશ અપાયા હતા. જજોએ આ સમયે બહાર ધસી જઈને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરવો પડ્યો હતો જેમાં કોર્ટની કાર્યવાહી ખોટકાઈ ગઈ હતી.

આરોપીઓ અને ગુનેગારોને બાદ કરતા સૌને બિલ્ડીંગ માંથી બહાર નીકળી જવાનો આદેશ આપ્યો હતો ત્યાર બાદ જજોએ મામલો પોતાના હાથમાં લીધો હતો.

ઉન્નાવ કેસમાં પીડિતાના કાકાના નિવેદન પ્રમાણે પીડિતાના પિતાની પોલીસ સ્ટેશનમાં થયેલ કસ્ટોડિયલ ડેથ અંગેની સુનાવણી આ સમયે કરવાની હતી.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: VTV Gujarati

(Visited 1 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis