નિવેદન / BJPના ઇનકાર બાદ શિવસેના સાંસદે કહ્યું, અમે કોઇપણ કિંમત પર શિવસેનાના CM આપીશું

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ બની ગઇ છે. બીજેપીએ રાજ્યપાલને મળીને સ્પષ્ટ કર્યું છે કે તે એકલા સરકાર બનાવી શકતી નથી કેમકે તેની પાસે પર્યાપ્ત સંખ્યાં નથી. ત્યારે સરકાર ગઠનથી બીજેપીના ઇનકાર બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે એકવાર ફરી કહ્યું છે કે અમે કોઇપણ કિંમત પર શિવસેનાના મુખ્યમંત્રી આપીશું.

  • મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ બની
  • બીજેપીએ રાજ્યપાલને મળીને કહ્યું, તે એકલા સરકાર બનાવી શકતી નથી
  • સંજય રાઉતે કહ્યું, અમે કોઇપણ કિંમત પર શિવસેનાના મુખ્યમંત્રી આપીશું

એમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે કહ્યું છે તેમ મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે.
રાઉતે કહ્યું કે જો બીજેપી એકલી રાજ્યમાં સરકાર નથી બનાવી શકતી તો પછી તે કયા મુખ્યમંત્રી પદની વાત કરી રહી છે.

નોંધનીય છે કે બીજેપીએ રાજ્યપાલને મળીને સ્પષ્ટ કર્યું છે કે. તે એકલી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકતી નથી. હવે આ નવા ઘટનાક્રમમાં કોંગ્રેસે સંકેત આપ્યા છે કે પાર્ટી હાઇ કમાન સાથે વાત કરી રાજ્યને રાજકીય સંકટથી બહાર લાવવાની કોશિશ કરશે.

પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે કહ્યું કે અમે આગળ શું કરવાનું છે તેના પર ચર્ચા કરી રહ્યા છીએ. ચૌહાણે કહ્યું કે અમે રાજ્યસભામાં રાજકીય સંકટ નથી ઇચ્છતા અને ન ફરીથી ચૂંટણી ઇચ્છીએ છીએ. વર્તમાન સ્થિતિને જોતા અમે અમારી રણનીતિ નક્કી કરીશું.

રાજ્યપાલે શનિવારે બીજેપીને સરકાર બનાવવા પૂછ્યું હતું જે બાદ આજે ફડણવીસ સહિત બીજેપીના મોટા નેતાઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા. બીજેપી નેતા ચંદ્રકાંત પાટિલે કહ્યું કે ગઠબંધનને બહુમત આપવામાં આવી છે. પરંતુ શિવસેના સરકાર ગઠન માટે સહયોગ કરવા તૈયાર નથી. એવામાં અમે રાજ્યપાલને બતાવ્યું કે બીજેપી એકલી મહારાષ્ટ્રમાં સરકાર નથી બનાવી શકતી. એમણે શિવસેનાને શુભકામના પાઠવતા કહ્યું કે તેમણે જનતાની સાથે વિશ્વાસઘાત કર્યો છે.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: VTV Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *