સિદ્ધાર્થ શુક્લાના સપોર્ટમાં આવ્યો એક્સ કંટેસ્ટેન્ટ કુશાલ ટંડન, કહી આ વાત

બિગબોસના શોમાં રોજ કઈકને કઈક નવુ જોવા મળે છે. શોમાં સિદ્ધાર્થ શુક્લાનું એગ્રેશન એક મોટો મુદ્દો છે. વીકેન્ડ કા વારમાં સલમાન ખાન આ વખતે શુક્લાના વર્તનનો બચાવ કરતા જોવા મળ્યો હતો. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર કેટલાંક લોકો સિદ્ધાર્થના આ બિહેવિયરનો વિરોધ કરવા લાગ્યા તો કેટલાંક લોકોએ સિદ્ધાર્થના આ વર્તનનો બચાવ પણ કર્યો હતો. તેમના આ બિહેવિયરને સપોર્ટ કરતા હવે ટીવી એક્ટર કુશાલ ટંડન પણ સામે આવ્યા હતા.

ટીવી એક્ટર કુશાલ ટંડન બિગબોસ-7 નો હિસ્સો રહી ચુક્યો છે અને હવે સિદ્ધાર્થના સમર્થનમાં આવ્યા છે. તેમણે સિદ્ધાર્થની એક ફોટો શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે સાચા લોકોને હકિકતમાં એક્ટ કરવાની જરૂર નથી પડતી.

સલમાન ખાને કર્યો સિદ્ધાર્થનો બચાવ

ત્યાં આ પહેલા સલમાન ખાને પણ સિદ્ધાર્થ શુક્લાનો બચાવ કર્યો હતો. સલમાન ખાને ટાસ્ક દરમિયાન સિદ્ધાર્થને સતત નિશાનો બનાવવા માટે માહિરા શર્માને લતાડ્યો. તેમણે સિદ્ધાર્થનું સમર્થન પણ કર્યું અને કહ્યું કે લોકો તેને બિગ બોસના ઘરમાં નિશાનો બનાવે છે કારણ કે લોકો તેનાથી લડીને ફુટેજ હાંસલ કરે છે.

  • આ દેશની કંપનીયોએ મહિલાઓને ચશ્મા પહેરવા પર લગાવ્યો પ્રતિબંધ, કારણ છે એકદમ અનોખું
  • TheLogicalNews

    Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: GSTV

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *