દેશસેવા / જામનગરમાં સૌરાષ્ટ્રકક્ષાની આર્મી ભરતી પ્રક્રિયામાં આટલા યુવાનોએ શારિરક કસોટી પાર કરી

દેશગાઝ અને દેશ માટે કંઈક કરી છુટવાની ભાવના દરેક દેશવાસીમાં હોય જ ત્યારે ગુજરાતને આંગણે જ્યારે સેનામાં ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી તો 10000 જેટલા યુવાનો ઉમટી પડ્યા હતા. પરંતુ આકરી કસોટીઓમાંથી પસાર થઈને અમુક જ યુવાનો લેખિત પરીક્ષા સુધી પહોંચી શક્યા છે. 3જી નવેમ્બરથી આ પરીક્ષા શરૂ થઈ હતી.

  • 3જી નબેમ્બરથી શરૂ થઈ હતી પરીક્ષા
  • 300 યુુવાનોએ પાર કરી શારીરિક કસોટી
  • આગામી રવિવારે લેખિત પરીક્ષા

સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી દરરોજ એક હજાર ઉમેદવારો આ પ્રક્રિયામાં સામેલ થયા છે. જેમાંથી 300 ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થયા છે.
આર્મીમાં જુદી જુદી પાંચ કેટેગરી માટેની આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારના શારીરિક કસોટીમાં પ્રદર્શન પ્રમાણે પસંદગી કરાઈ છે.

શારીરિક કસોટી
શારીરિક કસોટીમાં સૌથી પ્રથમ દોડ આવે છે દોડમાં પાસ થયેલ ઉમેદવારોને પુલઅપસની કસોટી પાર કડવી પડે છે ત્યાર બાદ જમીની ટ્રેકિંગ, ઉંચાઈ અને છાતી સહિતની શારીરિક કસોટી લેવામાં આવી હતી.

મેડિકલ પરિક્ષણ
તમામ પ્રકારની શારીરિક પક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારના પ્રમાણપત્ર ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ મેડીકલ પરિક્ષણ કરવામાં આવે છે જેમાંથી પાસ થયેલા ઉમેદવારને આગળની કસોટીઓ પાર કરવા માટે એલીજેબલ ગણવામાં આવે છે.

આગામી રવિવારે લેખિત પરીક્ષા
મેડિકલી ફીટ અને શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો માટે આગામી રવિવારના રોજ જામનગર ખાતે જ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

10000થી વધુ યુવાનો જોડાયા
સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન દસ હજારથી વધુ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં જોડાયા છે. દેશ માટે ફના થવાની તૈયારી સાથે અને કૈક કરી છૂટવાનો તરવરાટ જોમવંતા નવલોહિયાઓમાં જોવા મળ્યો હતો.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: VTV Gujarati

(Visited 1 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis