રાજનીતિ / મહારાષ્ટ્રમાં રાજનૈતિક ગતિરોધ, કેમ લાગ્યું રાષ્ટ્રપતિ શાસન? આ છે 5 પ્રમુખ આધાર

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન માટે રાજ્યપાલની ભલામણને કેબિનેટે મંજુરી આપી દીધી છે. તેને મંજુરી આપવા માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જલ્દી જ આ ભલામણને મંજુરી આપી દીધી અને મહારાષ્ટ્રમાં અંતે રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઇ ગયું. જોકે, રાજ્યપાલની રાષ્ટ્રપતિ શાસનની ભલામણ વિરુદ્ધ શિવસેના સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે.

  • મહારાષ્ટ્રમાં અંતે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરાયું
  • મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન માટે રાજ્યપાલની ભલામણને કેબિનેટે મંજુરી આપી
  • મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા પાછળ મુખ્યરૂપે પાંચ આધાર છે

સૂત્રો અનુસાર, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા પાછળ મુખ્યરૂપે પાંચ આધાર છે.
મહારાષ્ટ્રમાં જોવા મળી રહેલા રાજનૈતિક ગતિરોધ દરમિયાન પાંચ પ્રમુખ તથ્યોને આધાર બનાવી ભગતસિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કેન્દ્રને મોકલી હતી.

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણની પાછળ પાંચ આધાર :

  1. સુત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર, મહારાષ્ટ્રમાં રાજનૈતિક ગતિરોધ યથાવત
  2. દાવા છતા શિવસેના સમર્થન પત્ર ન રજૂ કરી શકી તથા વધુ સમય માંગ્યો
  3. નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) એ પણ રાજ્યપાલ પાસે વધુ સમય માંગ્યો
  4. ધારાસભ્યોની ખરીદીના લાગ્યા આરોપ
  5. કોંગ્રેસ તરફથી અસમંજસની સ્થિતિ

સૂત્રો અનુસાર, ઉપર મુજબના તથ્યોના આધાર પર રાજ્યપાલે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી હતી. તેને કેન્દ્રીય કેબિનેટે મંજુરી આપી. બાદમાં રાષ્ટ્રપતિએ પણ લીલીઝંડી આપી અને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગું કરાયું. ત્યારે રાજ્યપાલની આ ભલામણ વિરુદ્ધ શિવસેના સુપ્રીમ કોર્ટ પહોંચી ગઇ છે. શિવસેનાએ આરોપ લગાવ્યો છે કે રાજ્યપાલે બીજેપીના ઇશારા રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું છે. શિવસેનાનું કહેવું છે કે, રાજ્યપાલે પાર્ટીને માત્ર 24 કલાકનો સમય આપ્યો હતો.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: VTV Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *