રાજનીતિ / NDAથી શિવસેનાના અલગ થવા પર બિહારના CM નીતિશ કુમારે આપ્યું આ નિવેદન

મહારાષ્ટ્રમાં BJP થી અલગ સરકાર બનાવવાની જાહેરાતની સાથે Shiv Sena ને પોતાને NDAથી અલગ કરી દીધું. પાર્ટીની આ જાહેરાત બાદ મોદી સરકારમાં શિવસેનાના મંત્રી અરવિંદ સાવંતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. શિવસેનાના આ નિર્ણય બાદ બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારનું નિવેદન આવ્યું છે.

  • NDA થી શિવસેના અલગ થવા પર નીતિશ કુમારનું નિવેદન
  • અમારે આને લઇને શું મતલબ?: નીતિશ કુમાર
  • મહારાષ્ટ્રમાં સરકાર બનવાને લઇને કોચડું ગૂચવાયું

નીતિશ કુમારે આપ્યું આ નિવેદન
નીતિશ કુમારને જ્યારે મહારાષ્ટ્રાના રાજકીય ઘટનાક્રમ અંગે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે અમારે આને લઇને શું મતલબ?

મહારાષ્ટ્રમાં સરકાર બનવાને લઇને કોચડુ ગૂચવાયું

મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર નહીં બનાવે તે હવે ક્લીયર થઇ ગયું છે. એવામાં હવે બધાની નજર શિવસેના, કોંગ્રેસ અને NCP તરફ છે. NCP પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે શિવ સેના સાથે સરકાર બનાવવાને લઇને કોઇપણ નિર્ણય કોંગ્રેસ સાથે વાતચીત કર્યા વગર લઇશું નહીં.

જ્યારે બીજી તરફ કોંગ્રેસની CWC બેઠકમાં સમર્થનને લઇને કોઇ નિર્ણય લેવાયો નહીં. ત્યારે શિવસેનાએ રાજ્યપાલ પાસે સરકાર રચવા વધારે સમય માગ્યો હતો. જો કે રાજ્યપાલ શિવસેનાને વધારે સમય ન આપતાં હવે સરકાર રચવા NCPને આમંત્રણ આપ્યું છે. આમ મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને હજુ પણ સસ્પેન્સ યથાવત્ જોવા મળી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં સરકાર બનવાવાનો જાદુઇ આંકડો
શિવસેના પાસે 56 ધારાસભ્યો છે. મહારાષ્ટ્રમાં કુલ વિધાનસભાની 288 બેઠક છે. કોઇપણ પક્ષને સરકાર બનાવા માટે 145નો જાદુઇ આંકડો જોઇએ. આવા સમયે 54 બેઠકવાળી શરદ પવારની NCPનું સમર્થન શિવસેનાને મળી જાય તોપણ આંકડો 110 સુધી પહોંચી શકે છે. ત્યારે શિવસેનાને સરકાર બનાવવા માટે દાવા રજૂ કરવા પર 35 ધારાસભ્યોના સમર્થનની જરૂરિયાત પડે.

એવામાં અન્ય પાર્ટી તેમજ અપક્ષ ઉમેદાવારના ખાતામાં 27 બેઠક ગઇ છે. જ્યારે કોંગ્રેસ પાસે 44 સીટ છે. આવામાં શિવસેના ગઠબંધનને એનસીપી સિવાય 35 બેઠકની જરૂરિયાત પડી શકે છે. આમ આવા સંજોગોમાં કોંગ્રેસના સમર્થન સિવાય કોઇ વિકલ્પ નથી. આમ કોંગ્રેસ, શિવસેના અને NCP સાથે આવી જાય છે તો આ ગઠબંધન બહુમતિના જાદુઇ આકાડાંને પાર કરી શકે છે. ત્રણેય પક્ષની કુલ 154 બેઠક થઇ જાય છે.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: VTV Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *