સત્તાની ખેંચતાણ વચ્ચે સંજય રાઉતે કર્યું ટ્વીટ, કહ્યું- હમ હોંગે કામયાબ. જરૂર હોંગે.

સત્તાની ખેંચતાણ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે પણ વધુ એક ટ્વીટ કર્યુ છે. સંજય રાઉતે લખ્યું કે લહેરોથી ડરીને નૌકા પાર નથી થતી, કોશિશ કરનારાઓની કદી હાર થતી નથી. હમ હોંગે કામયાબ… જરૂર હોંગે… આ પહેલાં શિવસેના રાજ્યપાલ સમક્ષ સાથી પક્ષોનું સમર્થન દર્શાવી શકી ન હતી.

શિવસેના તરફથી ધારાસભ્ય દળના નેતા એકનાથ શિંદે અને આદિત્ય ઠાકરેએ રાજભવન જઇને રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની સાથે મુલાકાત કરી હતી. તો શિવસેનાએ સમર્થન માટે વધુ સમય માગ્યો હતો પરંતુ રાજ્યપાલે તેનો ઈનકાર કરી દીધો હતો અને એનસીપીને બહુમતી સાબિત કરવા આમંત્રણ આપ્યું છે. ત્યારે શિવસેનાની ઈચ્છા પર હાલ પૂરતું પાણી ફરી વળતા શિવસેનાના સાંસદે આ પ્રકારની ટ્વીટ કરી સફળતા મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

મહારાષ્ટ્રમાં કોની સરકાર રચાશે તે સસ્પેન્સ વચ્ચે કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે ફરી ટ્વીટ કર્યું છે. સંજય નિરૂપમે ટ્વીટ કરી કોંગ્રેસની પાસે સરકાર બનાવવા માટે કોઈ નૈતિક અધિકાર નથી તેમ જણાવી પોતાના જ પક્ષ પર સવાલો ઉઠાવ્યો છે. તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે કે નહીં તેની અવઢવ વચ્ચે સંજય નિરૂપમે પોતાના ટ્વીટમાં કહ્યું કે આ માત્ર ભાજપ અને શિવસેનાની નિષ્ફળતા છે કે તેઓએ રાજ્યને રાષ્ટ્રપતિ શાસનના દ્વારા પહોંચાડી દીધું છે તેવા આક્ષેપો કર્યા છે.

 • બેડ રેસ્ટ પર Big B, ફોટો શેર કરી જણાવ્યું કેવી રીતે પસાર કરી રહ્યાં છે સમય
 • TheLogicalNews

  Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: GSTV

  (Visited 1 times, 1 visits today)
  The Logical News

  FREE
  VIEW
  canlı bahis