LIVE / Big Breaking : મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયાં બાદ શરદ પવારને મળવા પહોંચ્યા કોંગ્રેસી નેતાઓ

પંજાબથી પરત ફરેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રના રાજકારણને લઇને મોટો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના રિપોર્ટને ધ્યાને રાખીને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગ પર મંજૂરીની મહોર લગાવી હતી.

  • રાષ્ટ્રપતિ શાસન લાગુ
  • કલમ 356 લગાવવી જોઈએ તેવી માગરાજ્યપાલ કરી હતી
  • પંજાબથી પરત ફરેલા રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ શાસનની આપી મંજૂરી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દિલ્હી પરત ફર્યા

પંજાબથી દિલ્હી ગયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાછા દિલ્હી ગયા છે.
આ સાથે રાષ્ટ્રપતિ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની કેબિનેટની ભલામણ પર વિચાર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણને લગતી ફાઇલ રાષ્ટ્રપતિને મોકલી આપી છે. હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ અંગે નિર્ણય લઈ શકે છે. નરેન્દ્ર મોદી કેબિનેટે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી દીધી છે.

દિલ્હી કોંગ્રેસના આગેવાન પહોંચ્યા મુંબઇ

અહીં સરકાર રચવાના પ્રયાસો ચાલુ છે. આ સિલસિલા વચ્ચે દિલ્હીથી કોંગ્રેસના નેતાઓની એક ટીમ મુંબઇ પહોંચી હતી. મુંબઈમાં આ નેતાઓ એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથે વાત કરશે, એવું માનવામાં આવે છે કે મુંબઈમાં શરદ પવાર સાથે વાત કર્યા પછી જ કોંગ્રેસ શિવસેનાને ટેકો આપવાનો નિર્ણય લઈ શકે છે. નોંધનીય છે કે, દિલ્હી કોંગ્રેસમાં હલચલને પગલે કોંગ્રેસી આગેવાન અહેમદ પટેલ, મલ્લિકાર્જૂન ખડગે, કે.વેણુગોપાલ મુંબઈ પહોંચ્યા હતા.

રાષ્ટ્રપતિ શાસન વિરૂદ્ધ શિવસેના પહોંચી સુપ્રીમ કોર્ટે

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની માગ કરવામાં આવતા શિવસેનાએ આ માગ વિરૂદ્ધ દેશની વડી અદાલતમાં અરજી કરી છે અને આ સાથે જ સરકાર રચવામાં રાજ્યપાલ દ્વારા થોડો સમય આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને બેઠક

મહારાષ્ટ્રની ડામાડોળ સ્થિતિને ધ્યાને રાખીને આજે સવારે મોદી કેબિનેટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની મંજૂરી આપી દીધી છે ત્યારે આ દેશના ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મહારાષ્ટ્રની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે, આ સાથે જ મળતી માહિતી મુજબ આજે સાંજે 5.30 કલાકે ગૃહમંત્રાલય એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી શકે છે.

રાજ્યપાલે કહ્યું કલમ 356 લાગુ કરવામાં આવે

મહારાષ્ટ્રની સ્થિતિ અંગે રાજભવને પ્રેસ રિલીઝ જારી કર્યું હતું.રાજ્યપાલે કહ્યું રાજ્યમાં સરકાર બનાવવાની સ્થિતિ નથી.રાજ્યપાલે કહ્યું કલમ 356 લગાવવી જોઈએ.રાજ્યપાલેરાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરીઃ સૂત્ર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બ્રાઝિલ પ્રવાસ પહેલા દિલ્હીમાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રના રાજકારણને લઈને ચર્ચા થઈ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન પર મોહર લગાવવામાં આવી છે. ત્યારે હવે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયની રાષ્ટ્રપતિને જાણ કરવામાં આવશે મહારાષ્ટ્રમાં રાજ્યપાલે NCPને આજે સાંજે 8.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ શાસનનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

સુશીલ કુમાર શિંદેએ કહી આ વાત

મહારાષ્ટ્ર સરકાર રચવાને લઇ સુશીલકુમાર શિંદેએ કહ્યું કે સરકાર બનાવાને લઇ કોંગ્રેસના લીધે કોઇ પણ પ્રકારનો વિલંબ નથી થઇ રહ્યો. જે પણ નિર્ણય કરીશું સાથે મળીને કરીશું. શિંદેએ કહ્યું કે રાજ્યપાલનું રાજ છે તેઓ કંઇ પણ કરી શકે છે. અને રાષ્ટ્રપતિ શાસન લાગે તો પણ સરકાર બની શકે છે.

રાષ્ટ્રપતિ શાસનની ચર્ચાએ પકડ્યું જોર

મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને ઘમાસાણનો મામલો સતત પૂર જોશમાં ચાલી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતિ અનુસાર રાષ્ટ્રપતિ શાસનની ચર્ચા વચ્ચે શિવસેનાએ કાયદાકીય લડાઈની તૈયારી કરી લીધી છે. આ સાથે જ જોરાષ્ટ્રપતિ શાસન લાગશે તો શિવસેના સુપ્રીમકોર્ટમાં જશે. શિવસેનાએ કપિલ સિબ્બલનો સંપર્ક કરવાની કવાયત શરૂ કરી છે.

પીએમ મોદીએ તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવી

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હવે પીએમ મોદીએ તાત્કાલિન કેબિનેટ બેઠક બોલાવી છે.. બ્રાઝિલ પ્રવાસ પહેલા પીએમ મોદીએ કેબિનેટની બેઠક બોલાવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના રાજ્યપાલે રાષ્ટ્રપતિના શાસનની ભલામણ કરી છે. હવે પીએમ મોદીએ બેઠક બોલાવતા નવા સમીકરણો સર્જાય તેવી શક્યતા સર્જાઈ છે.

મહારાષ્ટ્રમાં આજે શું થઈ શકે?

NCPને આજે રાતના 8:30 સુધીનો સરકાર રચવાનો દાવો કરવાનો સમય આપવામાં આવ્યો છે. NCPને કોંગ્રેસના અને શિવસેનાના સમર્થનની જરૂર છે. આ સાથે જ કોંગ્રેસ, NCP અને શિવસેના સાથે આવે તો જ સરકાર બની શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. રાતે 8:30 સુધીમાં NCPએ પૂરતા ધારાસભ્યો સાથે સરકાર રચવાનો દાવો કરવો પડશે.

કોંગ્રેસ અને NCP વચ્ચે વાતચીત ચાલુ

આજે કોંગ્રેસના 3 નેતાઓ મુંબઈ જવા રવાના થયા છે. તેઓ શરદ પવાર સાથે મુલાકાત કરશે. કોંગ્રેસ-NCP શિવસેનાનું સમર્થન લેવું કે કેમ તે અંગે વિચારણા કરશે. મળતી માહિતીપ્રમાણે કોંગ્રેસ પોતાના ધારાસભ્યો માટે મંત્રીપદની માંગણી કરી શકે છે. કોંગ્રેસ સ્પીકર પદની પણ શરત મૂકી શકે છે.

રાજ્યપાલ વધુ સમય નહીં આપે તો આવી શકે છે રાષ્ટ્રપતિ શાસન

બીજી તરફ શિવસેના પણ પોતાની માગ મૂકી શકે છે. રાતે 8:30 સુધીમાં ત્રણેય પાર્ટીઓનો એકસાથે સરકાર રચવાનો દાવો કરવામાં આવે તે થોડું ઘણું અઘરું છે. જો 8:30 સુધીમાં નિર્ણય ન આવે તો પાર્ટીઓ વધુ સમયની માગ રાજ્યપાલ સાથે પાસે કરી શકે છે. રાજ્યપાલ વધુ સમય આપવાનો ઈન્કાર કરે તો રાષ્ટ્રપતિ શાસનનો નિર્ણય લાગી શકે.

મહારાષ્ટ્રમાં સરકાર માટે ખેંચતાણને લઇ મનોજ તિવારીનું નિવેદન

”મહારાષ્ટ્રની જનતાએ ભાજપની સરકાર બનાવા માટે જનાદેશ આપ્યો છે. ભાજપ-શિવસેના સાથે મળીને લડી છે. હવે ભાજપ સત્તાના લોભમાં કોઇ સમજૂતિ કરશે નહીં. ભાજપની તમામ બાબતો પર નજર છે. આ સાથે જ રાજ્યપાલે પૂરતો સમય આપ્યો છે. યોગ્ય સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિવેદન આપશે.

મુંબઈ જઈને પવારને મળશે કોંગ્રેસ નેતા

કોંગ્રેસની બેઠકમાં સોનિયા ગાંધીએ 3 નેતાઓને મુંબઈ મોકલવાનો નિર્ણય આપ્યો છે. આ અંગેની જાણકારી પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વિટ કરીને જાણકારી આપી છે. તેઓએ કહ્યું કે સોનિયા ગાંધીએ આજ સવારે શરદ પવાર સાથે વાત કરી અને મલ્લિકાર્જુન ખડગે, અહમદ પટેલ અને મને મુંબઈ જવાનો નિર્દેશ આપ્યા છે. વેણુગોપાલે જણાવ્યું છે કે અમે 3 નેતા મુંબઈ જઈને શરદ પવારને મળીશું.

50-50ની ફોર્મ્યુલા ઈચ્છે છે NCP: કોંગ્રેસ સૂત્ર

મહારાષ્ટ્રમાં સરકારના ગઠબંધનને લઈને નવા પેચ સર્જાઈ રહ્યા છે. કોંગ્રેસનું માનવું છે કે તેમની તરફથી મોડું થઈ રહ્યું નથી પણ એનસીપી ચીફ શરદ પવારની તરફથી મોડું કરવામાં આવી રહ્યું છે. તેમની પાછળ કોંગ્રેસની થિયરી છે કે શરદ પવાર ઈચ્છે છે કે બંને પાર્ટીઓ શિવસેના અને એનસીપીને અઢી અઢી વર્ષ સીએમ પદ આપે. એટલે કે સીએમ પદ રોટેશનલ હોય. શિવસેના પણ આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છે છે.

આજે સમર્થન પત્ર આપવાનું મુશ્કેલઃ અજિત પવાર

NCPને રાજ્યપાલે સરકાર બનાવવાની ઓફર આપવામાં આવી છે. એનસીપીની પાસે રાતે 8:30 સુધી સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાનો સમય છે. આ મામલે એનસીપી નેતા અજિત પવારે કહ્યું કે રાતના 8:30 સુધીમાં ધારાસભ્યોના સમર્થનને વિશે જણાવવાનું મુશ્કેલ છે. કેમકે કોંગ્રેસ નેતા દિલ્હીમાં છે. કોંગ્રેસ વિધાયક જયપુર અને દિલ્હીમાં છે.

કોંગ્રેસના સમર્થનની જોઈ રહ્યા છીએ રાહઃ પવાર

અજીત પવારે કહ્યું કે સોમવારે અમે કોંગ્રેસનું સમર્થન પત્ર જાહેર થવાની રાહ જોઈ કેમકે તેના વિના અમારા સમર્થનનું કોઈ મહત્વ નથી. તેઓએ ઉમેર્યું કે સ્થાયી સરકાર બનાવવાને માટે કોંગ્રેસ આવે તે જરૂરી છે. અજિતે એ પણ સ્પષ્ટતા કરી કે અમારી તરફથી કોઈ મોડું કરવામાં આવી રહ્યું નથી. અમે કોંગ્રેસ સાથે વાત કરીશું અને રાજ્યપાલ પાસે વધારે સમય માંગવાની કોશિશ કરીશું.

ધારાસભ્યોને મોકલવામાં આવ્યો હાઈકમાનનો સંદેશ

કોંગ્રેસ નેતા અવિનાશ પાંડે જયપુરમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં અવિનાશ પાંડે ધારાસભ્યોની સાથે કોંગ્રેસ હાઈકમાનનો સંદેશ જણાવશે. અવિનાશ પાંડેની સાથે કેસી પાંડવી અને વિજય વેડટ્ટીવાર પણ હાજર રહેશે.

શું મહારાષ્ટ્રમાં આવશે રાષ્ટ્રપતિ શાસન?
મહારાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકમાં રાજનીતિક ઘટનાક્રમ સંપૂર્ણ રીતે બદલાયું છે.પહેલાં શિવસેનાને આમંત્રણ મળ્યું પણ હવે તે 24 કલાકમાં સમર્થન પત્ર મળ્યું નથી. આવું જ હવે એનસીપીની સાથે બન્યું છે. જો તે 24 કલાકમાં સમર્થન નહીં મેળવે તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનના આસાર વધી શકે છે.

રાઉતને મળવા પહોંચ્યા પવાર

શિવસેનાના નેતા સંજય રાઉતને લીલાવતી હોસ્પિટલમાં મળવા માટે એનસીપી ચીફ શરદ પવાર પહોંચ્યા હતા.

સોનિયાના ઘરે પહોંચવા લાગ્યા નેતા
સોમવારે કોંગ્રેસ કોર ગ્રૂપની બેઠક નિરર્થક રહ્યા બાદ આજે ફરીથી સોનિયા ગાંધીના નિવાસ સ્થાને મિટિંગ બોલાવવામાં આવી છે. બેઠકમાં મહારાષ્ટ્રને લઈને ચર્ચાની જાણકારી છે. કેસી વેણુગોપાલ અને એકે એન્ટની મિટિંગ માટે પહોંચી ચૂક્યા છે.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: VTV Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *