અંકલેશ્વર : ડી-માર્ટના સ્ટોર સંચાલક સહિત 33 લોકોની અટકાયત, વાંચો શું છે ઘટના

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસને અનુલક્ષીને કલમ -144 લાગુ કરી દેવામાં આવી છે ત્યારે અંકલેશ્વરમાં પુર્વ મંજુરી સિવાય એકત્ર થયેલા ડી-માર્ટના સંચાલક સહિત 33 લોકો સામે પોલીસે અટકાયતી પગલાં ભર્યા છે.

ભરૂચ જિલ્લામાં કલમ -144 લાગુ હોવાથી પાંચ કે તેથી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. અંકલેશ્વરમાં તંત્રના જાહેરનામાનો ભંગ કરનારા ડી- માર્ટ સ્ટોરના સંચાલક સહિત 34 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ સુત્રિય માહિતી અનુસાર અંકલેશ્વરના જીતાલી નાકાથી રાજપીપળા ચોકડી તરફ જતા માર્ગ પર ઓએનજીસી કોલોની સામે ડી-માર્ટનો નવો મોલ ઉભો થઈ રહ્યો છે. જ્યાં ધારા-૧૪૪ની અવગણના કરી રિટેલ સ્ટોરના સંચાલક નિલેશ પટેલ બાંધકામ કરાવી રહયાં હોવાની ફરિયાદ પોલીસ વિભાગને મળી હતી.
અંકલેશ્વર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં જાહેરનામાનો ભંગ થતો હોવાનું જણાય આવ્યું હતું. પોલીસે નિલેશ પટેલ સહિત 33 લોકોની અટકાયત કરી છે. તેમની સામે ધારા-૧૪૪ તથા પોલીસ એક્ટની કલમ-૪૩ના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

The post અંકલેશ્વર : ડી-માર્ટના સ્ટોર સંચાલક સહિત 33 લોકોની અટકાયત, વાંચો શું છે ઘટના appeared first on Connect Gujarat.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Connect Gujarat Gujarati

(Visited 1 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis