ડાંગ : ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા 1170 જેટલા દિવ્યાંગોને અનાજની કિટનું વિતરણ કરાયું

વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19ની ભયાનકતાને લઇને સમગ્ર વિશ્વએ લોકડાઉનના પગલા લીધા છે. ભારત દેશમાં પણ આવા કપરા સમયે ગરીબ, મજૂર વર્ગ તેમજ જરૂરિયાતમંદ લોકો ભુખ્યા ન રહી જાય તે માટે સરકાર દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે, ત્યારે દિવ્યાંગોના કલ્યાણ અર્થે માનવતાભર્યું કાર્ય ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા પણ કરવામાં આવી રહયું છે.

ડાંગ જિલ્લા સેવાસદન, આહવા ખાતે સુરતના પદ્મશ્રી ર્ડા. કનુ ટેલર, કલેકટર એન.કે.ડામોર, પ્રયોશા પ્રતિષ્ઠાનના પી.પી.સ્વામી, પો.સબ ઈન્સ્પેકટર જી.આર.જાડેજા દ્વારા દિવ્યાંગો માટેની કિટ વિતરણનો પ્રારંભ કરાયો હતો. જેમાં સુરત રેંજ આઈ.જી. ર્ડા. રાજકુમાર પાંડિયન તરફથી 800 કિટ અને મીનુભાઇ અગ્રવાલ તરફથી 300 કિટ આપવામાં આવી હતી.

પદ્મશ્રી કનુભાઇ ટેલરે જણાવ્યું હતું કે, આ લોકડાઉનના સમય દરમિયાન કામ-ધંધો બંધ થવાથી અમને અનાજની જરૂરિયાત છે. અમે ક્યાંય આ લેવા માટે જઇ શકતા નથી. આમ ધણાં દિવ્યાંગ ભાઈઓ-બહેનોએ મદદ માટે ફોન કર્યા હતા. ત્યારબાદ અમારા ટ્રસ્ટે નિર્ણય કર્યો કે દિવ્યાંગોના કામ માટે કંઇક કરવુ જોઇએ. દિવ્યાંગ બાળકોની સુરત સ્થિત શાળામાં 400 બાળકોને રૂા. 2 હજારની કિટ અને ભૂતપૂર્વ 300 વિઘાર્થીઓ માટે સુરત શહેરના રેંજ આઈ.જી. રાજકુમાર પાંડિયનને વિનંતી કરતાં નિઃસ્વાર્થ ભાવે તન-મન અને ધનથી લોકોના પડખે રહેવાનું તેમણે વચન આપ્યું છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે સમાજ સુરક્ષા અધિકારી અને આર.એસ.એસ (રાષ્ટ્રિય સ્વયં સેવક સંધ)ની મદદથી દિવ્યાંગોને ધરે ધરે જઇને ચોખા, દાળ, તેલ, ડુંગળી, બટાકા જેવી જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ રૂા. 1 હજારની કિટ આપવા સહિત દિવ્યાંગ ભાઇઓ-બહેનો માટે પણ અનાજ કિટની વ્યવસ્થા કરી જતી. તમામ દિવ્યાંગો અહીં સુધી અનાજ લેવા આવી શકે નહીં તેથી સંસ્થાના ટ્રસ્ટી મોહન નાયક, વિજય ગોસ્વામી, આર.એસ.એસ.ના સ્વયંસેવકોની મદદથી ત્રણ-ચાર દિવસમાં આ સંવેદનાસભર આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે.

The post ડાંગ : ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા 1170 જેટલા દિવ્યાંગોને અનાજની કિટનું વિતરણ કરાયું appeared first on Connect Gujarat.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Connect Gujarat Gujarati

(Visited 1 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis