લૉકડાઉન દરમિયાન બાળકોમાં ચિંતા, કેવી રીતે તેમને સંભાળવા

લૉકડાઉનનાં ડર અને ચિંતાજનક સ્થિતિ વચ્ચે બાળકોને ચિંતામુક્ત રાખવા મહત્ત્વપૂર્ણ બાબત છે. સ્કૂલ બંધ થવાથી અને પરીક્ષાઓ રદ થવાથી બાળકો ખુશ છે. છતાં તેમને એ ખબર નથી કે, લૉકડાઉનને કારણે દુનિયાનાં વિવિધ દેશોમાં લૉકડાઉન લાગુ કરવાની ફરજ પડી છે. વળી લૉકડાઉનને કારણે સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં વધારે સમય પસાર કરવાથી બાળકો ચિંતિત અને અસુરક્ષાની લાગણી અનુભવી શકે છે. આ સાથે બાળકો માટે માતાપિતા સાથે ખુલ્લાં મને વાત કરવી જરૂરી છે. યાદ રાખો કે, બાળક પોતાની આસપાસ જેવું જુએ છે એના આધારે જ પ્રતિક્રિયા આપે છે. જો બાળકને એની આસપાસની વ્યક્તિઓને ખરાબ પ્રતિક્રિયા આપતા અને ચિંતિંત જુએ, તો એનું વર્તન પણ બદલાઈ જશે.
એટલે પુખ્ત વ્યક્તિની જવાબદારી બને છે કે, બાળકને બને એટલા શાંત અને મસ્ત રાખવા.અહીં બાળકો સાથે વાત કરવા માતાપિતાને મદદરૂપ થાય એવા કેટલાંક સૂચનો રજૂ કરવામાં આવ્યાં છેઃ

1) મર્યાદિત પ્રમાણમાં સમાચાર જુઓ: માતાપિતાઓએ સમજવાની જરૂર છે કે, વધારે સમાચાર જોવાથી બાળકની ચિંતા અને ડરમાં વધારો જ થશે. સમાચાર ચેનલો મર્યાદામાં જુઓ, ખાસ કરીને વાયરસનાં આંકડા સાથે સંબંધિત સમાચારો. એનાથી કોઈ રીતે મદદ નહીં મળે.

2) બાળકોનાં મિત્રો સાથે વર્ચ્યુઅલ મીટિંગ: બાળકોના મિત્રો સાથે વર્ચ્યુઅલ ગ્રૂપ બનાવો, જેથી થોડું સોશિયલ ઇન્ટરેક્શન જળવાઈ રહે. બાળકોને તેમના મિત્રો સાથે જોડાયેલા રાખવાની જરૂર છે.

3) રુટિન બનાવો: માતાપિતાઓએ તેમના બાળકો માટે રુટિન બનાવવાની જરૂર છે, જેમાં કસરત, ઘરમાં કામ અને અભ્યાસ સામેલ છે.

4) બાળકો સાથે અવારનવાર વાત કરોઃ તેમની સાથે તેમના સ્તરની વાત કરો. બાળકોને વાસ્તવિક સ્થિતિ સાથે સંબંધિત મૂળભૂત તથ્યો જણાવો અને હાલના નિયંત્રણોની જરૂરિયાત શા માટે છે એ સમજાવો. તેમને નવા અનેક નિયંત્રણો સાથે સંબંધિત પરિવારના નિર્ણયોમાં સામેલ કરો, જે હકીકત સ્વરૂપે સમજાવવા પડશે.

સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, ચર્ચાને અંતે જણાવો કે ‘આ સમય પણ પસાર થઈ જશે’….કારણ કે પસાર થશે !!

ડૉ. કેર્સી ચાવડા, કન્સલ્ટન્ટ, સાઇકિયાટ્રી, હિંદુજા હોસ્પિટલ, ખાર

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Midday Gujarati

(Visited 20 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis