કોરોનાને માત આપી અમદાવાદી યુવતીએ કર્યું બ્લડ ડોનેટ, હવે દર્દીઓની પ્લાઝમા થેરાપી વડે સારવાર

ગુજરાતમાં હવે પ્લાઝમા થેરાપી વડે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ માટે કોરોનાને માત આપી સ્વસ્થ થઈ ચૂકેલી અમદાવાદની સ્મૃતિ ઠક્કરે આ માટે પોતાનું બ્લડ ડોનેટ કર્યું છે. હવે તેના બ્લડમાંથી પ્લાઝમા અલગ કાઢીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવશે. આઈસીએમઆર દ્વારા અમદાવાદને પરમિશન આપી દેવામાં આવી છે. અને આવતીકાલ એટલે કે રવિવારથી પ્લાઝમા થેરાપીની સારવાર શરૂ કરવામાં આવશે. સ્મૃતિની આ બહાદૂરી સાચેમાં બિરદાવા લાયક છે. સ્મૃતિના પ્લાઝમા વડે અન્ય કોરોનાગ્રસ્ત દર્દીઓનો જીવ બચાવવામાં સફળતા મળશે. અને જો પ્લાઝમા થેરાપી સફળ થશે તો ગુજરાત આમ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની રહેશે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સ્મૃતિએ બ્લડ ડોનેટ કર્યું હતું.
અને અહીં જ કદાચ પ્લાઝમા થેરાપીનો પ્રયોગ કરવામાં આવી શકે છે. આ માટે આઈસીએમઆર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.

નોવેલ કોરોના કોવિડ-૧૯ના ચેપથી પીડાતા વેન્ટિલેટર ઉપર રહેલા દર્દીઓને પણ પ્લાઝમાં થેરપીથી સારવાર આપી શકાય તેમ છે. કેરળને પગલે ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવમાંથી વાઇરલ લોડ ઘટીને બબ્બે વખત નેગેટિવ રિપોર્ટ બાદ સાજા થઈ ઘરે પહોંચેલા વ્યક્તિના લોહીમાંથી પ્લાઝમાં છૂટા કરીને સારવાર આપવા ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. આવી જ ટ્રાયલ માટે દિલ્હી સરકારે પણ તૈયારી કરી છે.

આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતી રવિએ શુક્રવારે સવારે જણાવ્યુ કે, પ્લાઝમાં થેરપીમાં જેઓ કોવિડ વાઇરસ સામે લડીને તંદુરસ્ત થઈને બહાર આવ્યા છે તેમના કોષ ક્રિટિકલ સ્થિતિ રહેલા દર્દીમાં દાખલ કરીને વાઇરલ લોડનું જોખમ ઘટાડી શકાય છે. કોરોના વાઇરસ સામે લડીને રિકવર થયેલા દર્દીના લોહીમાં ઇન્ફ્ેક્શન સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ બને છે. તેનો ઉપયોગ બીજા દર્દી માટે કરવા અમદાવાદ સિવિલના મેડિસિન ડિપાર્ટમેન્ટના ડો. કમલેશ ઉપાધ્યાય મારફ્તે ICMRને રજૂઆત કરવામાં આવી છે.

વ્યક્તિના લોહીમાં રક્તકણ, શ્વેતકણ ઉપરાંત પણ અનેક પ્રોટિનયુક્ત સહિતના દ્રવ્ય હોય છે. વાઈરસ સામેની રોગપ્રતિકારક શક્તિ અને ખાસ કરીને વાઈરસના એન્ટીજનએ મૂળ તો પ્રોટિન્સ છે. હિમોગ્લોબિન, આયર્ન વગેરે ઉપરાંત ઓક્સિજનના તત્ત્વો રક્ત-શ્વેત કણોમાં હોય છે. જ્યારે પ્લાઝમામાં પ્રોટિન્સ હોય છે.

આ સેપરેટ કરી શકાય છે. વળી, જે દર્દીને મોટા પાયે રક્તસ્રાવ થયો ન હોય તેને હોલ બ્લડ આપવું હિતાવહ નથી હોતું. પરિણામે, કોરોના પોઝિટિવ દર્દીને માત્ર પ્લાઝમા આપવાથી પ્રોટિનજન્ય એન્ટીજન તેના શરીરમાં દાખલ કરી રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયાસ થઈ શકે છે.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Sandesh

(Visited 26 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis