કોરોના વાયરસ / સારા સમાચાર આવી રહ્યાં હતાં ત્યાં મહારાષ્ટ્ર અને ગુજરાતે દેશમાં કોરોનાનો ટ્રેન્ડ ફરી બદલ્યો

એક તરફ દેશના 23 રાજ્યોના 47 જિલ્લાઓમાંથી ખુશખબર આવી છે, જ્યાં ક્યારેક કોરોનાના દર્દી મળ્યા હતા. બીજી તરફ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વધી રહેલા કેસે ચિંતા વધારી દીધી છે. દેશમાં કોરોનાના ઘટતા કેસોમાં જે ટ્રેન્ડ એક દિવસ પહેલા દેખાઇ રહ્યો હતો તે શનિવારે ફરી 2000ને પાર પહોંચી ગયા. જોકે, 17 એપ્રિલે દેશમાં 920 કેસ સામે આવ્યા હતા. તેના એક દિવસ પહેલા એટલે કે 16એ આ આંકડો 1062 હતો. તેવામાં આ શુભ સંકેત તરીકે જોવાઇ રહ્યા હતા પરંતુ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વધતા કેસોએ શનિવારે ફરી દેશમાં નવા દર્દીઓની સંખ્યા 2 હજાર સુધી પહોંચી ગઇ.

  • 45 જિલ્લાઓમાં 14 દિવસોથી કોઈ નવો કેસ નથી
  • ગુજરાતમાં રેકૉર્ડ 12 દર્દીઓના મોત
  • ગુજરાતમાં અત્યાર સુધી 53 દર્દીઓના મોત

ગુજરાતમાં હાલ 1376 કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 53 દર્દીઓના મોત થયા છે જ્યારે 93 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. રાજ્યમાં 26102 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 16925 લોકો હાલ ક્વોરેન્ટાઇનમાં છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે બપોરે ખુશખબર આપી છે કે 23 રાજ્યોના 47 જિલ્લાઓમાં પોઝિટિવ ટ્રેન્ડ નોટ કરી નાખ્યો છે. જે રીતે પુડુચેરીના માહિ જીલ્લામાં 30 દિવસોથી નવા કોરોનાના દર્દી સામે આવ્યા નથી, એજ પ્રકારે કર્ણાટકના કોડાગુમાં પણ છેલ્લા 28 દિવસોથી કોઈ નવો કેસ નથી આવ્યો. સ્વાસ્થ્ય મંત્રાલયે સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, 23 રાજ્યોના 45 જીલ્લા છે જ્યાં છેલ્લા 14 દિવસોથી એક પણ નવો કોરોના કેસ નથી આવ્યો.

ગુજરાતમાં રેકૉર્ડ 12 દર્દીઓના મોત

ગુજરાતમાં શનિવારે રેકોર્ડ 12 કોવિડ દર્દીઓના મોત થયા. તેની સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃતકોની સંખ્યા 53 પર પહોંચી ગઇ. દર્દીઓની સંખ્યા ગુજરાત સ્થિતિ પણ સારી નથી. ગુજરાતનો નંબર મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ અને તામિલનાડુ બાદ ચોથો છે. રાજ્યમાં શનિવારે 280 નવા દર્દી સામે આવ્યા. ત્યારે 93 કોવિડ દર્દીની સારવાર બાદ સાજા થઇ ચૂક્યા છે. રાજ્યમાં શુક્રવાર સાંજ સુધીમાં કોરોનાના 1099 કેસ હતા.

એક દિવસમાં સામે આવ્યા 176 નવા કેસ. જેમાં અમદાવાદમાં 143, સુરત અને વડોદરા 13-13, રાજકોટ અને ભાવનગરમાં બે-બે, આણંદ, ભરૂચ અને પંચમહાલમાં એક-એક કેસ સામેલ છે. રાજ્યમાં સૌથી વધુ 765 કેસ અમદાવાદમાંથી છે. ત્યારબાદ સુરતમાં 156, વડોદરામાં 152, રાજકોટમાં 30, ભાવનગરમાં 28, આણંદમાં 27, ભરૂચમાં 22, ગાંધીનગરમાં 17, પાટણમાં 15, નર્મદામાં 11, બનાસકાંઠામાં 9, પંચમહાલમાં 8, છોટા ઉદેપુરમાં 6, કચ્છ, બોટાદ અને મહેસાણામાં 4-4, પોરબંદર, ખેડા અને દાહોદમાં 3-3, ગીર-સોમનાથમાં 2 અને જામનગર, મોરબી, સાબરકાંઠા, મહિસાગર અને અરાવલીમાં એક-એક કેસ સામે આવ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધી 53 દર્દીઓના મોત

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ કહ્યું કે, કુલ 1376 સક્રિય કેસોમાંથી 1100થી વધુ દર્દીઓની હાલત સ્થિર છે, જ્યારે સાત દર્દી હજુ પણ વેન્ટિલેટર પર છે, તેની હાલત ગંભીર છે. શનિવારે 12 કોરોનાના દર્દીઓના મોત થયા, તેની સાથે જ રાજ્યમાં આ બીમારીથી મરનારાઓની સંખ્યા 53 થઇ ગઇ. 53ના મોત થયા છે જેમાં અમદાવાદમાં 25, વડોદરામાં 7, સુરતમાં 7 અને ભાવનગરમાં 4 મોત, આણંદમાં 1, અરવલ્લી 1, બોટાદ 1, ગાંધીનગર 2, જામનગર 1, કચ્છમાં 1, પંચમહાલ 2, પાટણ 1,ર થયા છે. સારવાર બાદ બે દર્દીઓને શુક્રવારે રજા આપી દેવામાં આવી. સારવાર બાદ અત્યાર સુધીમાં કુલ 93 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. રાજ્યમાં કુલ 16925 લોકો ક્વોરંટાઇનમાં છે, જ્યાં 14471 ઘરમાં ક્વોરંટાઇનમાં છે, ત્યારે સરકારી સુવિધાઓમાં 2266 અને ખાનગી ક્વોરંટાઇનમાં 188 છે.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: VTV Gujarati

(Visited 6 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis