ટોચના અધિકારીઓ જ્યાં રહે છે તે ગુલબાઇ ટેકરા વિસ્તારની સમર્પણ સોસાયટી કોરોનાના ભરડામાં !

અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારને ક્લસ્ટર કોન્ટાઈન કર્યા પછી નજીકની સમર્પણ સોસાયટી કે જ્યાં ટોચના અધિકારીઓ રહે છે તે પણ કોરોનાના સંકટમાં આવી ગઈ છે. ગુલબાઈ ટેકરા વિસ્તારમાં 7 લોકો કોરોના પોઝીટીવ મળી આવ્યા છે. તેના કારણે આ સોસાયટીમાં રહેતા અધિકારીઓની ચિંતા વધી છે કારણ કે તેમના ઘરે થોડા દિવસો અગાઉ સુધી જે કામ કરવા લોકો આવતા હતા તે ગુલબાઈ ટેકરા વિસ્તારમાંથી આવતા હતા. જેના કારણે હવે અહીંના રહેવાસીઓની ચિંતા વધી છે.

શનિવારે આ સોસાયટીને અધિકારીઓ ડીસઈન્ફેક્ટ કરાવી છે તેમ છતાં ચિંતા વધી છે કે કામ કરવા આવતા લોકોના કારણે આ સોસાયટીમાં કોઈ સંક્રમિત થયું હોય શકે છે. સોસાયટીમાં રહેતા એક અધિકારીના જણાવ્યાનુસાર શહેરમાં જ્યારે એક કેસ નોંધાયો હતો ત્યારથી તેમણે ઘર કામ કરવા આવતા લોકોને ના કહી હતી પરંતુ અન્ય કેટલાક અધિકારીઓને ત્યાં 2 દિવસ પહેલા સુધી પણ ગુલબાઈ ટેકરા વિસ્તારના લોકો કામ કરવા આવતાં હતા.
જો કે હજુ સુધી અહીંથી કોઈ કેસ પોઝીટીવ નોંધાયો નથી પરંતુ 2 દિવસ અગાઉ સુધી કામવાળા ઘરે કામ કરવા આવ્યા હોવાથી અધિકારીઓના જીવ અદ્ધર થઈ ચુક્યા છે.

તકેદારીના ભાગરુપે હવે અહીં બહારના લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છેકે સમર્પણ ફ્લેટમાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ રહે છે તેવામાં કોરોનાનું સંકટ આખી સોસાયટી પર તોળાતા આ બાબત ગંભીર બની છે.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Aajkaal Gujarati

(Visited 8 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis