પહેલા મોં દબાવ્યું, પછી સેનેટાઇઝર ભર્યું, કોરોના કર્મવીરને દબંગોએ મારી નાંખ્યો

‘કર્મવીર’ કોરોના વાયરસના વધતા જતા કેસોમાં પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ડોકટરો દર્દીઓની સારવાર કરી રહ્યા છે, સફાઇ કામદારો સફાઇ કામ કરી રહ્યા છે, સ્વચ્છતાની જવાબદારી પણ પૂરી નિષ્ઠાથી સંભાળી રહ્યાં છે અને પોલીસકર્મીઓ સુરક્ષામાં તૈનાત છે. આ બધાનો પ્રયાસ એ જ છે કે કોઈક રીતે આ ભયંકર રોગચાળાને કાબૂમાં લેવામાં આવે. આટલું કરવા છતાં આ કામદારોની અવગણના કરવામાં આવી રહી છે. કેટલીક જગ્યાએ તેમને માર મારવામાં આવ્યો હતો અને તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.

હાલનો કિસ્સો ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાનો છે.
જ્યાં સેનેટાઈજેશન માટે ગયેલા એક યુવકની સેનેટાઇજર પીવડાવીને હત્યા કરવામાં આવી હતી. રામપુરના મોતીપુરા ગામે કોરોનાના ખતરાં વચ્ચે એક યુવક સેનેટાઈજેશન કરવા ગયો અને સ્થાનિક લોકો સાથે વિવાદ થયો હતો, જેના કારણે કેટલાક દબંગ યુવકોએ તેને બળજબરીથી સેનેટાઈજર પીવડાવ્યું હતું.

સ્થાનિકોનું કહેવું છે, કે 14 એપ્રિલના રોજ ગામનો કુંવરપાલ તેના સાથી સાથે પેમપુર ગામમાં સેનેટાઈજેશનની કામગીરી પૂર્ણ કરવામાં રોકાયો હતો. કામની વચ્ચે ગામનો રહેવાસી ઈન્દ્રપાલ કુંવરપાલ પાસે પહોંચ્યો. આ દરમિયાન સેનેટાઇજરના થોડા ટીપાં ઇન્દ્રપાલ ઉપર પડ્યાં. ઇન્દ્રપાલે આ વાતનો રોષ ઠાલવ્યો અને કુંવરપાલને માર મારવા માંડ્યા. કુંવરપાલનું મોં પ્રથમ દબાવવામાં આવ્યું, અને સેનિટાઇઝર મોમાં નાંખવામાં આવ્યું.

આ મામલે પાંચ લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. એએશપી અરુણ કુમાર રહે છે કે મૃતકના ભાઇએ અમને ઘટના અંગે સૂચના આપી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે જ્યારે મૃતક 14 એપ્રિલે મોતીપુરા ગામમાં સેનેટાઇઝેશન કરવા ગયા હતા. તો કેટલાક બદમાશોએ તેને પીટ્યો હતો. સ્થાનિક લોકોએ યુવકને રામપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યોય જ્યાંથી ડોક્ટરોને રિફર કરી દીધો. તે બાદ તેને મુરાદાબાદ જિલ્લાના ટીએમયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. 17 એપ્રિલે તેનું મોત થયું.

પોલીસે આ મામલામાં આઇપીસીની કલમ 304, 147 અને 323ને હેઠળ કેસ નોંધી લીધો છે. આ પહેલા ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં કેટલાક તોફાની તત્વોએ ડોક્ટરો અને પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. બુધવારે એક મેડિકલ ટીમ હાજી નેકની મસ્જિદની પાસે દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવા માટે લેવા ગયા હતા. એમ્બ્યુલન્સ જેવી કેટલાક લોકોને લઇને નીકળી, ડઝનો લોકોએ એમ્બ્યુલન્સને ઘેરી લીધી અને પથ્થરમારો શરૂ કરી દીધો. એમ્બ્યુલન્સમાં હાજર ડો. એસસી અગ્રવાલને ખેંચીને મારવાનો શરૂ કરી દીધો.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Sandesh

(Visited 10 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis