રાજ્યમાં કોરોનાના નવા 228 કેસઃ 140 કેસ અમદાવાદના

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસ સતત પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. દિવસેને દિવસે રાજ્યમાં પોઝિટીવ કેસોનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 228 જેટલા કેસ નોંધાયા છે. આ કેસો પૈકી અમદાવાદના 140 જેટલા કેસ છે. ત્યારે ગુજરાતમાં કુલ આંક 1604 પર પહોંચી ગયો છે. આ સાથે જ કુલ 5 લોકોના મોત થયા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોરોનાના નવા 228 કેસ આવ્યા છે. કુલ 1604 કેસ થયા છે જેમાંથી 94 સાજા થયા છે. 9 લોકો વેન્ટીલેટર ઉપર છે. કુલ 58 લોકોના મોત થઈ ગયા છે.
એ જ રીતે અમદાવાદમાં 140, આણંદમાં 1, બનાસકાંઠા 2, બોટાદ 1, ભાવનગર 2, છોટાઉદયપુર 1, મહેસાણા 1, સુરત 67, વડોદરા 8, રાજકોટ 5 એમ કરીને આજે 228 નવા કેસ નોંધાયા છે અને કુલ આંકડો 1604એ પહોંચ્યો છે.

ગુજરાતમાં કોરોનાના નવા 228 કેસ નોંધાયા છે. કોરોનાથી રાજ્યમાં વધુ 5ના મોત થયા છે. અમદાવાદ અને સુરતમાં ભયજનક સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં 140, સુરતમાં 67 નવા કેસ સામે આવતા લોકોમાં ચિંતા વધી હતી. અમદાવાદમાં કેસનો આંક 1000ને પાર થઈ ગયો. વડોદરામાં 8, રાજકોટમાં નવા 5 કેસ, બનાસકાંઠામાં 2, આણંદમાં 1, બોટાદમાં 1 કેસ, છોટાઉદેપુર 1, મહેસાણામાં વધુ 1 કેસ સાથે ગુજરાતમાં કેસનો કુલ આંક 1604 થયો.

80 ટકા દર્દીઓમાં લક્ષણો જોવા નથી મળતા છતાં પોઝિટીવ આવે છે. અત્યાર સુધી 94 લોકો ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં દર 10 લાખ વ્યક્તિએ 447નું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં દર 10 લાખ લોકોએ 19 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3598 ટેસ્ટ કરવામાં આવ્યાં.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Chitralekha

(Visited 7 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis