સંકટની ઘડી / LIVE Update India : દેશમાં કોરોનાનો કુલ આંક 15712ને પાર, કુલ મોત 507, દિલ્હીમાં સૌથી નાની વયના બાળકનું થયું મોત

ભારતમાં ટેસ્ટિંગ વધવાની સાથે કોરોના સંક્રમિતોમાં પણ વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના કોરોના સંક્રમિત કુલ 15712 દર્દીઓ જોવા મળ્યા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 12289 થઈ છે. જ્યારે હાલ સુધીમાં કુલ 2014 દર્દીઓ સાજા થયા છે. ભારતમાં કોરોનાથી કુલ 507 દર્દીઓના મોત થયા છે તો રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 186 નવા કેસ આવ્યા છે. અહીં દોઢ મહિનાના બાળકનું મોત થયું છે. દિલ્હીમાં કુલ કેસ 1893 છે. તો મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ 3323 પહોંચ્યા છે. અહીં મૃત્યુઆંક 200ને પાર થયો છે. ગુજરાતમાં પણ સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે. ગુજરાતમાં કોરોનાનો કુલ આંક 1458 પહોંચ્યો છે જેમાં 949 કેસ ફક્ત અમદાવાદના છે.
અમદાવાદને હૉટસ્પોટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

(અપડેટ્સ 19 એપ્રિલ 2020 – બપોરે 12.30 વાગ્યા સુધી)

ભારતમાં કોરોનાની વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આજે જણાવ્યું છે કે ગુજરાતમાં રિકવરી દર કેરળના પ્રમાણમાં ઓછો છે. રોગપ્રતિકારક શક્તિ સહિતની બાબતો મહત્વની કોરોનાની જંગમાં મહત્વની રહે છે. કેરળમાં કેસો વહેલા આવ્યા હોવાથી રિકવરી વધુ જોવા મળી છે.

અમદાવાદમાં આજે કોરોનોના વધુ 140 પોઝિટિવ કેસ

અમદાવાદમાં આજે નરોડા, જમાલપુર, બહેરામપુરા વિસ્તારમાં કેસ નોંધાયા છે. રિલીફ રોડ, ત્રણ દરવાજા, જીવરાજપાર્ક વિસ્તારના કેસ છે. તો મણિનગર, મેઘાણીનગર, દાણીલીમડા, જુહાપુરામાં પણ આજે કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ કેસ આજે નોંધાયા છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોરોનાના નવા 228 કેસ આવ્યા છે. કુલ 1604 કેસ થયા છે જેમાંથી 94 સાજા થયા છે. 9 લોકો વેન્ટીલેટર ઉપર છે. કુલ 58 લોકોના મોત થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 5 લોકોના મોત થયા છે.

ગુજરાતી કલાકારોએ બનાવ્યું ગીત, દેશ ખીલશે, ગુજરાત ખીલશે

કોરોના વાયરસને લઇને જાગૃતતા ફેલાવવા ગુજરાતી કલાકારોએ પણ એક ગીત તૈયાર કર્યું છે. 30થી વધારે ગુજરાતી કલાકારોએ દેશ ખીલશે, ગુજરાત ખીલશેની થીમ પર ગીત બનાવ્યું છે. ગીતના માધ્યમથી ગુજરાતી કલાકારોએ લોકોને સંદેશ આપ્યો છે. સિંગર અરવિંદ વેગડાના અવાજમાં ગીત બનાવાયું છે.

કોરોનાને લઈને દિલ્હીમાં રેપિડ ટેસ્ટ અભિયાન

આવતીકાલથી દિલ્હીમાં રેપિડ ટેસ્ટ અભિયાન શરૂ કરાશે. એક સપ્તાહમાં 42 હજાર કોરોના ટેસ્ટ કરાશે. દિલ્હીના તમામ હૉટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટ કરાશે તેમ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે.

કોરોના વાયરસથી દોઢ મહિનાના બાળકનું મોત

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસથી દોઢ મહિનાના બાળકનું મોત થયું છે. આ બાળક લેડી હાર્ડિંગ કોલેજના કલાવતી શરન હોસ્પિટલના આઈસીયૂમાં એડમિટ હતું અને સારવાર સમયે જ મૃત્યુ પામ્યું. ઉલ્લેખનીય છે કે રાજધાનીમાં આ સૌથી નાની ઉંમરનું બાળક છે.

રાંચીમાં તબલીગી જમાતના 17 લોકોને જેલમાં ધકેલાયા

કોરોના વાયરસને લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાંચીમાં તબલીગી જમાતના લોકો પર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ચીમાં તબલીગી જમાતના 17 લોકોને જેલમાં ધકેલાયા છે. તબલીગી જમાતના 17 વિદેશી લોકોને જેલમાં ધકેલાયા છે. 17 વિદેશી જમાતીઓમાંથી એકને કોરોના પોઝિટિવ આવ્યો છે. તમામ જમાતીઓ પર વિઝા ઉલ્લંઘનનો આરોપ છે.

રેલ્વેની સ્થિતિ બની ગંભીર, પગાર અને ભથ્થામાં આવશે કપાત

લૉકડાઉનને કારણે રેલ્વેની સ્થિત હાલમાં ગંભીર બની છે. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટી.એ., ડી.એ. સહિત ઓવરટાઇમ ડ્યુટીના ભથ્થાઓ લગભગ 6 મહિના માટે રદ કરવામાં આવશે. મેઇલ-એક્સપ્રેસ ડ્રાઇવરો અને રક્ષકો માટે ભથ્થા અંગેના સૂચનો પણ કરવામાં આવ્યા છે.

WHOએ કર્યા ભારતના વખાણ

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારાની સંખ્યા 500ને પાર છે. આ સમયે એક્ટિવ કેસની સંખ્યા પણ 13000ને પાર પહોંચી છે. WHOએ કહ્યું કે ભારતમાં લૉકડાઉનને ઝડપથી લાગૂ કરવાના કારણે કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 328 નવા કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 11 લોકોના કોરોનાથી મોત થયા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 3648 કેસ નોંધાયા છે જેમાં 2 હજાર 268 કેસ માત્ર મુંબઈમાં જ નોંધાયા.

જમાત બાદ રોહિંગ્યાથી દેશમાં વધી શકે છે કોરોનાના કેસ

તેલંગાણામાં 17 રોહિંગ્યા મુસલમાનો સામે કેસ દાખલ કરાયો છે. તેલંગાણા પોલીસે 17 રોહિંગ્યા સામે કેસ દાખલ કર્યો છે. 17માંથી 4 રોહિંગ્યા મુસલમાન કોરોના પોઝિટિવ છે. લૉકડાઉન વચ્ચે ધાર્મિક જલસામાં તેઓએ ભાગ લીધો હતો. આ સાથે જ રોહિંગ્યાનું જમાત કનેક્શન પણ સામે આવ્યું છે.

કેન્દ્ર રાજ્યો માટે વધુ એક પેકેજની કરી શકે છે જાહેરાત

ગત રાત્રે રાજનાથ સિંહના ઘરે મળેલી બેઠકમાં ચર્ચા થઈ હતી. મંત્રી સમુહની બેઠકમાં રાજ્યોના રાહત પેકેજ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાહત પેકેજ માટે સૈદ્ધાંતિક સહમતિ બની હતી. પેકેજના આકાર-રાજ્યોમાં વિતરણ મુદ્દે નિર્ણય બાકી રખાયો છે. બેઠકમાં લૉકડાઉન મુદ્દે પણ કરવામાં ચર્ચા કરાઈ છે. 20 એપ્રિલથી આંશિક છુટછાટ મુદ્દે બેઠકમાં ચર્ચામાં નક્કી કરાયું છે કે સંક્રમણ સ્તરના આધારે 20 એપ્રિલ બાદ છુટછાટ મળશે. 20 એપ્રિલ બાદ છુટછાટને લઇ રોડમેપ તૈયાર થઇ રહ્યો છે.

એરલાઈન્સ શરૂ કરવા મામલે ઉડ્ડયન મંત્રી પુરીનો ખુલાસો

હજૂ સુધી ઈન્ટરનેશનલ-ડોમેસ્ટિક ફ્લાઇટોને મંજૂરી મળી નથી. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ સ્પષ્ટતા કરી છે કે એરલાઈન્સને પણ મંત્રી હરદીપ પુરીએ સલાહ આપી છે કે જ્યાં સુધી કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી એરલાઈન્સ શરૂ કરવી નહીં.

પીએમ મોદીએ દેશવાસીઓ માટે કર્યું જોશ ભર્યું ટ્વિટ

ચીનના વુહાન શહેરથી દુનિયાભરમાં ફેલાઇ ચૂકેલા કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. કોરોના સંકટને લઇને દેશમાં લૉકડાઉન 3 મે સુધી વધારી દેવાયું છે. ત્યારે પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ગભરાવાની જરૂર નથી. યોગ્ય સાવધાની જાળવી રાખજો. આપણે સૌ સાથે મળીને કોવિડ 19 મહામારીને નિશ્ચિત રુપે હરાવીશું. પીએમ મોદીનો આ સંદેશ એ સમયે આવ્યો છે જ્યારે દેશમાં કોરોના પોઝિટિવ લોકોનો આંકડો 14,000ને પાર કરી ચૂક્યો છે અને કોરોના વાયરસને કારણે 480થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે. દેશવાસીઓમાંથી ડર દૂર કરવા માટે પીએમ મોદીએ એક જોશ ભર્યું ટ્વિટ કર્યું છે.

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય

મહારાષ્ટ્ર સરકારે તેમના રાજ્યમાં શેરડીની ફેક્ટરીમાં કામ કરતા આશરે 1 લાખ પરપ્રાંતીય મજૂરોને વતન લોકડાઉન વચ્ચે પણ તેમના વતન પાછા જવા માટે મંજૂરી આપી દીધી છે. આ માટેનું કારણ દેશમાં ચાલી રહેલા મેડિકલ ટેસ્ટને ગણાવવામાં આવ્યું છે. આ માહિતી સોશ્યલ જસ્ટિસ મિનિસ્ટર ધનંજય મુંડેએ શુક્રવારે આપી હતી. ધનંજય મુંડેએ ટ્વીટ કર્યું હતું કે “મારા શેરડીની ફેક્ટરીમાં કામ કરતા કામદાર ભાઈઓ માટે સારા સમાચાર છે! સરકારે આ મુદ્દે એક અગત્યનો નિર્ણય લીધો છે. તમે હવે સરકારની સુરક્ષા ગાઇડલાઇન્સની કડક પાલન કરીને વતન પરત ફરી શકો છો. પોતાના સ્વાસ્થ્યની અને પોતાના ગામના સ્વાસ્થ્યની કાળજી રાખો. એક વખત વતન પહોંચી ગયા પછી ઘરમાં જ રહેજો!”

ભારતીય નૌસૈના પણ કોરોનાની ચપેટમાં

ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસે હવે ભારતીય નૌસૈનાને પણ ચપેટમાં લઇ લીધા છે. સૂત્રો પ્રમાણે મુંબઇમાં વેસ્ટર્ન નવલ કમાન્ડમાં 26 નૌસૈનિક કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે. કોરોના વાયરસ ભારતીય સૈન્ય બળમાં આટલી મોટા પ્રમાણમાં પહેલી વખત ફેલાયો છે.

ગત 14 દિવસોમાં દેશના 45 જિલ્લાઓમાંથી કોઇ કોરોના વાયરસનો કેસ નહીં : સ્વાસ્થ્ય મંત્રાલય

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે શનિવારે નિયમિત યોજાતી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દેશમાં ગત 24 કલાકમાં જ 991 નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. લવ અગ્રવાલે જણાવ્યું કે કોરોના વાયરસના કુલ કેસનીં સખ્યા વધીને 14,378 થઇ છે. ગત 24 કલાકમાં જ 43 લોકોના મોત થયા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં કુલ 480 લોકોના મોત થઇ ચૂક્યા છે. જોકે દેશ માટે રાહતના સમાચાર એ છે કે, ગત 14 દિવસોમાં દેશના 45 જિલ્લાઓમાંથી કોઇ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1992 લોકો કોરોના બીમારીથી ડિસ્ચાર્જ થયા છે જે 13.85 ટકા છે.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: VTV Gujarati

(Visited 1 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis