સુરત : સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાતા કર્ફ્યૂ ગ્રસ્ત વિસ્તારમાં પાબંદીઓ મુકવામાં આવી

સુરત : શહેર પોલીસ કમિશનર અને મનપા દ્વારા રેડઝોન જાહેર કરાયેલા રાંદેર, મહિધરપુરા, સલાબતપુરા, લાલગેટ, અઠવાલાઇન્સ તેમજ લિંબાયતની કમરૂનગર પોલીસ ચોકીમાં કર્ફ્યૂ લદાયો છે. જેમાં બપોરે 1 થી 4ના સમયગાળામાં માત્ર મહિલાઓને ખરીદી માટે મુક્તિ આપવામાં આવી છે. ત્યારે આ તમામ વિસ્તારોમાં ગૃહિણીઓદ્વારા સોશિયલ ડિસ્ટન્સનું કોઇ જ પાલન કરવામાં આવતું ન હોવાનું ધ્યાને આવ્યું હતું. જેના પગલે પોલીસ કમિશનર દ્વારા નવું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કર્ફ્યૂ જાહેર કરાયેલ તમામ વિસ્તારોમાં 19 અને 21 તારીખના રોજ ગૃહિણીઓ બપોરે 1 થી 4ના સમયે દવા તેમજ દૂધ ખરીદી માટે જ બહાર નીકળી શકશે જ્યારે 20 એપ્રિલના રોજ શાકભાજી તથા કરિયાણાની ખરીદી માટે નીકળી શકશે.
સાથોસાથ માસ્ક પહેરી ખરીદીના સ્થળે સોશિયલ ડિસ્ટન્સ રાખવા બાબતે ભાર મૂકવામાં આવ્યો છે. વેચાણ કરનાર દુકાનદારે આ બાબતે ધ્યાન આપવાનું રહેશે. ઉપરાંત નિયત વેચાણના સ્થાનિક વિસ્તારમાં પોલીસ પણ સક્રિય રહેશે.

આજે દિવસ દરમિયાન તમામ વિસ્તારોમાં પોલિસની હાજરીથી આંશિક રીતે લોકો નિયમોનું પાલન કરતા હોઇ તેવું દેખાઇ રહ્યું હતું. પરંતુ આખરે બપોરના સમયે કર્ફ્યૂ વિસ્તારમાં મોટી સંખ્યમાં મહિલાઓ ખરીદી કરવા માટે ઉમટી પડી હતી. અનેક વિસ્તારોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં દેખાઇ રહ્યું હતું કે શાકભાજીની લારીઓ પાસે મોટી સંખ્યામાં મહિલાઓ ટોળું વળીને ખરીદી કરી રહી છે. જેમાં કોરોના ફેલાવાનો પુરે પુરો ભય રહેલો છે. જેથી જ પોલીસે કેટલાક વિસ્તારમાં બળ પ્રયોગ પણ કરવાનો વારો આવ્યો હતો.

પોલિસ કમિશ્નર આર બી બ્રહ્મભટ્ટ દ્વારા અગાઉ કહેવામાં આવ્યું હતું કે જો સોશિયલ ડિસ્ટન્સ અને આરોગ્ય વિભાગની ગાઇડ લાઇન પાળવામાં નહીં આવે તો સખત પગલા લેવામાં આવશે. જેથી હવે નીયત કરેલા દિવસોમાં જ નિયત કરેલી વસ્તુઓ કર્ફ્યૂ ગ્રસ્ત વિસ્તારના લોકો ખરીદી શકશેય જે જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: News18 Gujarati

(Visited 25 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis