સ્પષ્ટતા / હજી સુધી ફ્લાઇટ શરૂ કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી, બુકિંગ શરૂ નહીં કરાય : સરકાર

સરકાર દ્વારા સંચાલિત એરલાઇન્સ એર ઈન્ડિયાએ શનિવારે જાહેરાત કરી કે તેણે 4 મે અને 1 જૂનથી અમુક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ માટે બુકિંગ શરૂ કરી દેશે. આ અંગે નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ કહ્યું કે, સરકારે હજી સુધી ફ્લાઇટ શરૂ કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી. જેથી સરકારનો નિર્ણય ન આવે ત્યાં સુધી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ટિકિટોની બુકિંગ શરૂ કરવી નહીં તેની સૂચના આપવામાં આવી છે.

  • હાલ લોકડાઉનને કારણે દેશણાં એરલાઈન્સનું બુકિંગ બંધ છે
  • એર ઈન્ડિયાએ આ તારીખથી બુકિંગ શરૂ કરવાની કરી જાહેરાત
  • જોકે, સરકારે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી

શનિવારે એર ઈન્ડિયાની વેબસાઇટ પર આપવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, હાલ કોરોના વૈશ્વિક મહામારીને કારણે 3 મે 2020 સુધીમાં તમામ ઘરેલુ ફ્લાઇટ્સ અને 31 મે સુધી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું બુકિંગ બંધ કરી દીધું છે.
આગળ કહેવામાં આવ્યું છે કે, પસંદગીની સ્થાનિક ફ્લાઇટ્સનું બુકિંગ 4 મે 2020થી અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે 1 જૂનથી ખુલશે.

નાગરિક ઉડ્ડયન પ્રધાને જણાવ્યું કે, સરકારે આ અંગે નિર્ણય લીધા પછી જ એરલાઇન્સને બુકિંગ શરૂ કરવાની સલાહ આપવામાં આવે છે. શરૂઆતમાં, એર ઇન્ડિયાએ કહ્યું હતું કે, તેણે 4 મેથી કેટલાક રૂટ પર ઘરેલુ ફ્લાઇટ્સ અને 1 જૂનથી પસંદગીની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે બુકિંગ શરૂ કરી દીધી છે.

3 મે સુધી હવાઈ સેવા બંધ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન 14મી એપ્રિલના રોજ 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. આ પછી એર ઇન્ડિયાએ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય રૂટ પર પોતાની સેવાઓ 3 મે સુધી શરૂ ન કરવાનો નિર્ણય લીધો હતો. તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસ મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એરલાઇન્સ બંધ છે.

પ્રથમ રાઉન્ડમાં બુક કરાયેલ ટિકિટ પર 100% રિફંડ

તમને જણાવી દઈએ કે, લોકડાઉનના બીજા તબક્કાની જાહેરાત પછી કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, જો કોઈ મુસાફરે 15 એપ્રિલ પછીની મુસાફરી માટે 24 માર્ચથી 14 એપ્રિલની વચ્ચે ટિકિટ બુક કરાવી છે, તો એરલાઇન કંપનીઓએ સંપૂર્ણ રિફંડ આપવું પડશે. કોઈ પણ કંપની કોઈપણ કારણસર ટિકિટના રિફંડમાં ઘટાડો કરી શકશે નહીં.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: VTV Gujarati

(Visited 8 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis