Coronavirus / મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, 24 કલાકમાં 328 નવા કેસ, 11 લોકોના મોત

ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસે આખી દુનિયામાં કહેર વરસાવ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના મહામારીથી 14,000થી વધારે લોકો બીમાર પડ્યા છે. ભારતમાં આ જીવલેણ વાયરસથી સૌથી વધારે મહારાષ્ટ્ર પ્રભાવિત થયું છે.

  • ભારતમાં પણ કોરોના વાયરસના વધી રહ્યા છે કેસ
  • મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 3,648 પોઝિટિવ કેસ

મહારાષ્ટ્રમાં 3,000થી પણ વધારે લોકો કોરોના વાયરસથી પોઝિટિવ નોંધાયા છે.
રાજ્ય તરફથી જારી કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 328 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે જ રાજ્યમાં આ દરમિયાન કોરોના વાયરસથી 11 લોકોના મોત થઇ ગયા છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 211 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ હવે વધીને 3,648 થઇ ચૂક્યા છે. જેમાંથી 2,268 કેસ માત્ર મુંબઇમાં જ નોંધાયા છે. મુંબઇમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 126 લોકોના મોત થઇ ચૂક્યા છે. મુંબઇમાં ગત 24 કલાકમાં કોરોનાને કારણે 5 લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે કોરોનાના 184 નવા કેસ રિપોર્ટ કરાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં ગત 24 કલાકમાં જ કોરોના સંક્રમણને કારણે 43 લોકોના મોત થઇ ગયા છે. જ્યારે 991 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના વાયરસના કુલ 14,378 કેસ નોંધાયા છે. જેમાંથી 11,906 એક્ટિવ કેસ છે. જ્યારે 1992 લોકો કોરોના બીમારીથી સ્વસ્થ્ય થયા છે અને અત્યાર સુધીમાં કુલ 480 લોકોના મોત થયા છે. જોકે દેશ માટે રાહતના સમાચાર એ છે કે, ગત 14 દિવસોમાં દેશના 45 જિલ્લાઓમાંથી કોઇ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: VTV Gujarati

(Visited 1 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis