COVID-19: રેલવેના આ પ્લાનથી 13 લાખ કર્મચારીઓને લાગશે મોટો આંચકો, થશે આ અસર

નવી દિલ્હીઃ કોરોના વાયરસ લૉકડાઉન (Coronavirus Lockdown)થી થયેલા નુકસાનને સરભર કરવા માટે રેલ મંત્રાલય (Railway Ministry) 13 લાખથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓના પગાર અને ભથ્થા કાપવાની યોજના બનાવી રહી છે. તે હેઠળ મુસાફરી ભથ્થું (Travel Allowance), મોંઘવારી ભથ્થું (Dearness Allowance) સહિત ઓવરટાઇમ ડ્યૂટીના ભથ્થાને પણ ખતમ કરવામાં આવશે.

આ ઉપરાંત, ટ્રેન ડ્રાઇવર અને ગાર્ડને ટ્રેન ચલાવવા માટે પ્રતિ કિલોમીટરના હિસાબથી મળનારા ભથ્થા નહીં આપવામાં આવે.

લૉકડાઉનના કારણે ભારતીય રેલવે પહેલા જ ગંભીર આર્થિક તંગીનો સામનો કરી રહી છે. ઓવરટાઇમ ડ્યૂટી માટે મળનારા ભથ્થામાં 50 ટકા ઘટાડો થઈ શકે છે.

‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના રિપોર્ટ મુજબ, રેલ મંત્રાલયે રેલ-એક્સપ્રેસના ડ્રાઇવર અને ગાર્ડને 500 કિલોમીટર પર મળનારા 530 રૂપિયાના ભથ્થામાં 50 ટકા ઘટાડાની ભલામણ કરી છે.

તેની સાથે જ રેલ કર્મચારીઓના પગારમાં 6 મહિના 10 ટકાથી 35 ટકા સુધીના કાપની ભલામણ કરી છે.

આ ઉપરાંત, દર્દીઓની દેખભાળ, કિલોમીટર સહિત નૉન પ્રેક્ટિસ ભથ્થામાં એક વર્ષ સુધી 50 ટકા સુધી ઘટાડો થઈ શકે છે.

બીજી તરફ, જો કર્મચારી એક મહિનો ઓફિસ નહીં આવે તો ટ્રાન્સપોર્ટ ભથ્થું 100 ટકા કપાઈ શકે છે.

બાળકોના અભ્યાસ માટેના ભથ્થા માટે 28,000 રૂપિયા મળે છે, જેની સમીક્ષા કરવાની બાકી છે.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: News18 Gujarati

(Visited 7 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis